Bigg Boss 12: કપડાને લઈને જસલીન મથારુ અને અનૂપ જલોટાનું બ્રેકઅપ થઈ જશે? જાણો વિગતે
નવી દિલ્હીઃ સલમાન ખાનના પોપ્યુલર રિયાલિટી શો ‘બિગ બોસ સીઝન 12’માં દ રરોજ દર્શકોને કંઈક નવું જોવા મળી રહ્યું છે. આ સીઝનની થીમ જોડિ વર્સેસ સિંગલ છે. જ્યારે સિંગલ્સ અને જોડીઓ બન્ને એક બીજા પર ભારી પડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ સૌથી વધારે જે કન્ટેસ્ટન્ટ જોડીને લઈને ચર્ચા છે તે કોઈ અન્ય નહીં પરંતુ અનૂલ જલોટા અને તેની 28 વર્ષી હોટ એન્ડ સેક્સી ગર્લફ્રેન્ડ જસલીન મથારું છે. શોના ગ્રાન્ડ પ્રીમિયર પર જસલીનને જેવા જ અનૂપ જલોટાએ પોતાના સંબંધનો ખુલાસો કર્યો કે બધા હેરાન રહી ગયા. ત્યાર બાદ તેને સંબંધને લઈને ઇન્ટરનેટથી લઈને દરેક જગ્યાએ જર્ચા થવા લાગી. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર જોક્સ અને મિક્સ પણ ફરતા થવા લાગ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસલીનના આ વ્યવહારથી અનૂપ જલોટા નિરાશ લાગે છે. તે કહે છે, કપડાં તો બીજા પણ આવી જશે. જોકે હવે આગળ શું થાય છે તે તો સોમવારના એપિસોડમાં જ માલુમ પડશે કે જસલીન શું નિર્ણય લે છે. જો તે દિપિકાની માગણી પૂરી નહીં કરે તો આ સપ્તાહે નોમિનેટ થઈ જશે.
મેકર્સ આ શોને વધારે એન્ટરટેઈન બનાવવા માટે કંઈકને કંઈ નવું કરતા રહે છે. આ સપ્તાહે નોમિનેશન ટાસ્ટ નવા ટ્વીસ્ટ સાથે હશે. નોમિનેશન ટાસ્ટ જસલીન-અનૂપ જલોટાની જોડી પર ભારે પડી ગયો છે.
નોમિનેશન પ્રક્રિયા અંતર્ગત જોડીનો એક સભ્ય કિડનેપરના અડ્ડા પર બંધ રહેશે. જેને સિંગલ્સ સભ્ય કિડનેપ કરશે. કિડનેપર બનેલો કન્ટેસ્ન્ટ ફોનનો ઉપયોગ કરીને બંધી બનેલા સભ્યના પાર્ટરની કુર્બાની માગશે અને 1 કલાકમાં કિડનેપરની માગણી પૂરી થાય છે તો સિંગલ નોમિનેટ થઈ જશે. જો જોડી કીડનેપરની માગણી પૂરી કરવામાં અસપળ થાય છે તો સિંગર સુરક્ષિત થઈ જશે.
ટાસ્કમાં દીપિકા અનૂપ જલોટાને કીડનેપ કરે છે અને તેની પાર્ટરન જસલીન પાસે મેકઅપ અને કપડાને ફાડવાની માગણી કરે છે. સાથે જ વાળને પણ શોર્ડર લેન્થના કરાવવાની માગ કરે છે. જોકે જસલીન કેમેરા સામે આ ટાસ્ટ કરવાની ના પાડે છે. તે કહે છે કે મને કપડા લાવીને કોણ આપશે. હું કપડા અને મેકઅપ વિના કેવી લાગીશ. તે ગ્લેમરનું હું શું કરીશ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -