મુંબઈ: બિગ બોસ 13 ના સ્પર્ધક અરહાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ અમૃતા ધનોઆની મુંબઈ પોલીસ દ્વારા સેક્સ રેકેટમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે શુક્રવારે રાતે અમૃતાને પોલીસ રેડમાં ગોરેગાંવ ઈસ્ટની હોટલથી ધરપકડ કરી છે. અમૃતા સિવાય પણ એક અને સ્ટ્રગ્લિંગ એક્ટ્રેસ ઋચા સિંગને પણ એરેસ્ટ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ દ્વારા 32 વર્ષની અમૃતા ધનોઆ અને 26 વર્ષની રિચા સિંહને મઝગાંવ કોર્ટમાં હાજર કરવામાં આવી હતી.


મુંબઈ પોલીસે નકલી કસ્ટમર બનીને રેકેટ ચલાવનારાનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેને ટ્રેપમાં ફસાવીને એરેસ્ટ કર્યા છે. અમૃતાને પણ પોલીસ રેડમાં પકડવામાં આવી હતી. જે બે એક્ટ્રેસને પકડવામાં આવી હતી તે બંને સેક્સ રેકેટનો ભાગ છે. બંને એક્ટ્રેસને સેક્શન 370 (3), આઈપીએસ 34 અને સેક્શન 4,5 ના આધારે ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમૃતા બિગ બોસ સ્પર્ધક રહેલા અરહાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ છે. અમૃતા ધનોઆએ અરહાન ખાન પર તેને દગો કરવા અને ઠગવાનો આરોપ લગાવ્યો હતો. તેણે અરહાન ખાનની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી હતી.