મુંબઈ: સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બૉસ સીઝન 13 આજે અંતિમ બક્કામાં પહોંચી ગઈ છે. શોની આજે ગ્રાન્ડ ફિનાલે છે. શોમાં આ વખતે ટોપ 6 ફાઈનલિસ્ટ હતા. પરંતુ પારસ છાબડાએ 10 લાખ રૂપિયા લઈને બહાર થઈ ગયો છે. શોમાં માત્ર ટોપ 5 કન્ટેસ્ટેન્ટ બચ્યા છે. શોમાં કોણ વિજેતા બનશે તેને લઈને ફેન્સમાં ભારે ઉત્સુકતા છે. શોના ફિનાલેને ગ્રાન્ડ બનાવવા માટે મેકર્સે કોઈ કમી છોડી નથી.


હોસ્ટ સલમાન ખાને તમામ 6 કન્ટેસ્ટેટને કહ્યું હતું કે જેને પણ પોતાની જીત પર વિશ્વાસ ના હોય તે 10 લાખ રૂપિયા લઈને ઘરમાંથી બહાર જઈ શકે છે. તેના બાદ પારસે તરત ઘરથી બહાર નિકળવાનો નિર્ણય લીધો હતો. જો કે તેના આ નિર્ણયથી તેની માતા નાખુશ નજર આવ્યા હતા. પારસ છાબડાએ શો છોડતી વખતે કહ્યું મારા પછી શહનાઝ બહાર થશે. રશ્મિ અને આરતી શો ની વિજેતા હોઈ શકે છે.


પારસ છાબડાએ શો છોડ્યા બાદ હવે પાંચ કંટેસ્ટેન્ટ વચ્ચે મુકાબલો થશે. જેમાં સિદ્ધાર્થ શુક્લા, અસીમ રિયાઝ, શહનાઝ ગિલ, રશ્મિ દેસાઈ, આરતી સિંહ અને છે.