મુંબઈ: લોકપ્રિય રિયાલિટી શૉ ‘બિગ બૉસ સીઝન 13’ લઈને સલમાન ખાન ટૂંક સમયમાં આવી રહ્યો છે. શૉ ની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે અને કંટેસ્ટેન્ટ પણ ફાઈનલ થઈ ગયા છે. ત્યારે મેકર્સે બિગ બૉસ 13નું પ્રથમ ટિઝર રિલીઝ કરી દીધું છે. જેમાં સલમાન ખાન સ્ટેશન માસ્ટરના લુકમાં નજર આવી રહ્યો છે.

આ પ્રોમોમાં સલમાન એ જણાવવાની કોશિશ કરી રહ્યો છે કે બિગ બૉસ 13 માં ખૂબજ નવું નવું થવાનું છે, જેને દર્શકો ક્યારેય નહીં ભૂલે. સાથે તેમણે એ પણ જણાવ્યું કે ફિનાલે સુધી પહોંચવા માટે કંટેસ્ટેન્ટે આકરી મહેનત કરવી પડશે. આ સિવાય સલમાને થીમ વિશે પણ જણાવ્યું છે.


સલમાનના આ પ્રોમો અનુસાર કેટલાક કંટેસ્ટેન્ટ ચાર સપ્તાહમાં જ ફિનાલેના દાવેદાર બની જશે પરંતું તેના બાદ તેઓની મુશ્કેલીઓમાં વધારો થશે.

ઉલ્લેખનીય છે કે બિગ બૉસનો સેટ દર વખતે લોનાવલામાં બનાવવામાં આવતો હતો પરંતુ આ વખતે મુંબઈની ફિલ્મ સિટીમાં છે. મીડિયા અહેવાલ અનુસાર શો કોઈ એક જ થીમ પર આધારિત નહીં હોય. સાથે આ વખતે ઘરમાં કોઈ કૉમનર નહી રહે, માત્ર જાણીતી હસ્તીઓ જ નજર આવશે.

આઈબી ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે 7 કંટેસ્ટેન્ટને ફાઈનલ કરી લીધા છે. આ સાત હસ્તીઓએ બિગ બૉસનો કોન્ટ્રાક્ટ પણ સાઈન કરી લીધો છે. જેમાં મુગ્ધા ગોડસે, સિદ્ધાર્થ શુક્લા, ચંકી પાંડે, રાજપાલ યાદવ, માહિકા શર્મા, દેબોલીના ભટ્ટાચાર્ય, આદિત્ય નારાયાણનું નામ સામેલ છે.