બેઈજિંગ: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલી રહ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે એકબીજાને ત્યાં આયાત-નિકાસ થતી વસ્તુઓ પર લેવાતી ટેરિફમાં જંગી વધારો કર્યો છે. ચીને શુક્રવારે કહ્યું કે તે અમેરિકાથી આયાત થતાં 75 અલર ડૉલરના ઉત્પાદનો પર 10 ટકા જવાબી શુલ્ક લગાવશે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ટોનાલ્ડ ટ્રંપે ચીનમાંથી આયાત થતી 300 અરબ ડૉલરની વસ્તુઓ પર નવો ટેક્સ લગાવવાની ધમકી આપી હતી. તેના જવાબમાં ચીને આ પગલું ઉઠાવ્યું છે.


ચીનના આ પગલા બાદ ડોનાલ્ડ ટ્રંપે ચીન પર ભડક્યા છે અને જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. તેની સાથે તેઓએ ચીનને ખરી ખોટી પણ સંભળાવી હતી. તેમણે કહ્યું કે અમેરિકાને ચીનની કોઈ જરૂર નથી. ટ્રંપે કહ્યું, “અમારા દેશને આટલા વર્ષોમાં ચીનમાં કરોડ ડૉલરનું નુકસાન થયું છે. તેઓએ એક વર્ષમાં અરબો ડૉલર કિંમતની અમારી બૌદ્ધિક સંપદા ચોરી છે અને તેઓ તે ચાલુ રાખવા માંગે છે, પરંતુ હું નહીં થવા દઉં.”

ટ્રંપે વધુમાં કહ્યું કે ચીનની જરૂર નથી. તેના વગર પણ અમે વધુ સારા થઈશું. વેપાર યુદ્ધ પહેલા જ અમેરિકાની પ્રગતિની રફ્તાર ઘટાડી ચુક્યું છે અને વૈશ્વિસ અર્થવ્યસ્થાને કમજોર કરી દીધી છે. તેનાથી શેર બજારોમાં સ્થિતિ ખરાબ થઈ છે.

ચીન અને અમેરિકાની વચ્ચે આ ટક્કર બાદ દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વેપાર યુદ્ધ વધવાની આશંકા છે. અમેરિકી સરકારે 15 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે તે 300 અરબ ડૉલરની ચીની ચીજ વસ્તુઓ પર 10 ટકા વધારાનો ટેક્સ લગાવશે. આ ટેક્સ બે તબક્કામાં એક સપ્ટેમ્બર અને 15 ડિસેમ્બરે લાગુ થશે.