Bigg Boss 14ના ફિનાલેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બિગ બોસની આ સિઝનના વિજેતાની જાહેરાત રવિવારે કરવામાં આવશે. હાલમાં કુલ 5 સ્પર્ધકો એવા છે જેમણે ફિનાલે વીકમાં સ્થાન મેળવ્યું છે. તેમાંથી રાહુલ વૈદ્ય, રાખી સાવંત, નિક્કી તંબોલી, અલી ગોની અને રૂબીના દિલૈક છે. ત્યારે સવાલ એ છે કે, આ વખતે બિગ બોસની ટ્રોફી કોણ ઘરે લઈ જશે ?
કુલ 5 કંટેસ્ટેન્ટ બિગ બોસના ઘરમાં છે જે ફાઈનલ ટ્રોફી માટે હકદાર છે. પરંતુ માત્ર એક ભાગ્યશાળી વ્યક્તિને ટ્રોફી અને વિજેતા રકમ મળશે. અને તે કોણ હશે, તે આવતી કાલે જાણી શકાશે.

અલી ગોની


જીત માટે ખૂબદ દમદાર ગણાતા અલી ગોની શોએ શોના મધ્યમાં એન્ટ્રી લીધી હતી પરંતુ તે શરૂઆતથી ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યો છે. ઘરની બહાર તેની ફેન ફોલોઇંગ પણ ખૂબ જ તગડી છે જેના કારણે આ શોમાં આવવા માટે ઘણો ચાર્જ વસૂલ્યો છે. તે આ સીઝનમાં સૌથી વધુ વેતન મેળવનાર મેમ્બર છે. તેને રૂબીના દિલેક કરતા પણ વધારે પૈસા આપવ્યા.

રાહુલ વૈદ્ય


શોની શરૂઆતથી જ તેમના વલણ અને વર્તનને કારણે અલગ ઓળખ બનાવનાર રાહુલ વૈદ્ય પણ જીતની ખૂબ જ નજીક છે. તેના રમતની ઘણી વખત પ્રશંસા થઈ છેછે અને બિગ બોસના ઘરમાં તેણે જોરદાર રમત રમી છે, તેથી જ તેની ફેન ફોલોઇંગ પહેલા કરતા વધારે વધી છે.

રાખી સાવંત

ચેલેન્જર્સ તરીકે ઘરમાં એન્ટ્રી લેનાર રાખી સાવંતે મનોરંજનના એવા ડોઝ દર્શકોને આપ્યા છે કે તેણે એક એક સીડી ચઢીને આજે ફિનાલ વીકમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. એવામાં જો રાખી આ શો જીતશે, તો તેમાં કોઈ આશ્ચર્ય નહીં થાય.

નિક્કી તંબોલી



નિક્કી તંબોલીએ શરૂઆતમાં જે રમત બતાવી તે વચ્ચે અને અંત સુધી આવતા આવતા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. ઘરમાં રિએન્ટ્રી બાદ તેની રમત બદલાઈ ગઈ હતી. જો કે, સારી વાત એ છે કે નિક્કીએ પણ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

રુબીના દિલૈક 


Bigg Boss 14માં આવ્યા બાદ લગભગ દોઢ અઠવાડિયા બાદ રુબીના દિલૈક ફોર્મમાં આવી અને એવી રમી કે તે ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ શોમાં ઘણા વિવાદો, ટીકાઓ સામે તેને ઝઝૂમવું પડ્યું, પરંતુ રુબીના હારી નહીં પણ વધુ મજબૂત બની. સોશિયલ મીડિયાના ટ્રેન્ડમાં રુબીનાને બિગ બોસની સંભવિત વિજેતા માનવામાં આવી રહી છે.