મુંબઈઃ ટીવી એક્ટ્રેસ રૂબીના દિલાઇક ‘બિગ બોસ 14’ની વિનર બની છે. ‘બિગ બોસ 14’ ફાઈનલમાં jtબીના દિલાઈક, રાહુલ વૈદ્ય, અલી ગોની, નિક્કી તમ્બોલી અને રાખી સાવંત પહોંચ્યા હતા. રાખી વિજેતા બનવા માટે હોટ ફેવરીટ મનાતી હતી રણ પણ રાખીએ ઓપ્શનમાં આપેલા 14 લાખ રૂપિયા લઈને શો છોડી દેતાં રૂબૈનાનો રસ્તો સાફ થઈ ગયો હચો. અલી ગોનીને સૌથી ઓછા વોટ મળ્યા તેના કારણે તે શોમાંથી બહાર થઈ ગયો.

આ શોની ફાઈનલમાં ખાસ પધારેલા રિતેશ દેશમુખે જાહેરાત કરી હતી કે, આ શોના એક જ વિનરને 36 લાખ રૂપિયાની પ્રાઈઝ મની મળશે. દેશમુખે તમામ પ્રતિસ્પર્ધકોને ઓપ્શન આપ્યા હતા કે, ઈચ્છે તો 14 લાખ રૂપિયા લઈ ઘરની બહાર નિકલી શકે છે. દેશમુખે 10 સેકન્ડનો સમય આપ્યો હતો. આ દરમિયાન રાખી અને નિક્કીએ બઝર દબાવ્યું હતું પહેલું બઝર રાખીએ દબાવ્યું હતું તેથી તેને 14 લાખ આપવામાં આવ્યા અને તે વિનરની રેસમાંથી બહાર થઈ ગઈ.

રાખી સાવંત ડિસેમ્બર 2020માં તે આ શોમાં ચેલેન્જર તરીકે આવી હતી. ફાઈનલમાં રાખીની મુલાકાત રિતેશ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી.