Bigg Boss 14 Grand Finale: આ વખતે વિજેતાને મળશે ઓછી પ્રાઈઝ મની, આ છે કારણ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Feb 2021 10:02 PM (IST)
બિગ બોસના ઘરમાં પાંચ સ્પર્ધકો છે રાહુલ વૈદ્ય, રૂબીના દિલૈક, અલી ગોની, નિક્કી તંબોલી અને રાખી સાવંત. શોના ચાહકો વિજેતાનું નામ જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
21 ફેબ્રુઆરીએ ટેલીવિઝનના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસ 14નો ફિનાલે છે. થોડા કલાકોમાં બિગ બોસના વિજેતાની ખબર પડી જશે. શોના હોસ્ટન સલમાન ખાન આજે નવા વિજેતાની જાહેરાત કરશે. બિગ બોસના ઘરમાં પાંચ સ્પર્ધકો છે રાહુલ વૈદ્ય, રૂબીના દિલૈક, અલી ગોની, નિક્કી તંબોલી અને રાખી સાવંત. શોના ચાહકો વિજેતાનું નામ જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિજેતા આજે ટ્રોફી પોતાની સાથે ઘરે લઈ જશે. બિગ બોસના વિજેતા બનનારા સ્પર્ધકને ગત સિઝનના મુકાબલે ઓછી પ્રાઈઝ મની મળશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાઈઝ મની 50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી પરંતુ આ વખતે સીન પલટી ગયો. પોતાને નોમિનેશનમાંથી બચાવવા રાખી સાવંતે પ્રાઈઝ મનીમાંથી 14 લાખ રૂપિયા સેક્રીફાઈઝ કર્યા બાદમાં પ્રાઈઝ મની ઘટીને 36 લાખ રહી ગઈ છે. પરંતુ હવે વિજેતાને 36 લાખ રૂપિયા મળશે, તેનું અત્યાર સુધી કોઈ કન્ફર્મેશન નથી મળ્યું.