Bigg Boss 14 Finale: રૂબિના દિલાઈક (Rubina Dilaik) બિગ બોસ 14ની (Bigg Boss 14) વિજેતા બની છે.  ફાઈનલમાં રૂબિના દિલાઈક, રાહુલ વૈધ, અલી ગોની, નિક્કી તમ્બોલી અને રાખી સાવંત (Rakhi Sawant) પહોંચ્યા હતા. જો કે રાખીએ ઓપ્શનમાં આપેલા 14 લાખ રૂપિયા લઈને શો છોડી દીધો હતો.    રાહુલ વૈદ્ય (Rahul Vaidya)  ને હરાવીને તેણે આ ટ્રોફી જીતી છે. રાહુલ વૈદ્ય બિગ બોસ સીઝન 14 ના પ્રથમ રનર અપ રહી ચૂક્યા છે જ્યારે નીક્કી તંબોલી બીજી રનર-અપ બની છે.


શું કહ્યું સલમાને....

રૂબિના દિલાઇક બિગ બોસ સીઝન 14ની વિનર બન્યા બાદ ટ્રોફી લેવાને બદલે સૌથી પહેલા પરિવારને મળવા દોડી ગઈ હતી. જેને લઈ સલમાને કહ્યું- સારુ લાગ્યું કે ટ્રોફિ લેવાના બદલે તે પહેલા પરિવારને મળવા ગઈ. રૂબિના વિજેતા બનતા તેના પરિવાર સહિત મિત્રોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

આ સિઝનમાં રુબિના દિલાઈક પ્રથમ દિવસથી શ્રેષ્ઠ ગેમ રમતી જોવા મળી હતી. તેણે ઘરના દરેક મુદ્દા પર ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો અને શરૂઆતથી તેના વ્યક્તિત્વને જોઈને એક મજબૂત દાવેદાર માનવામાં આવતી હતી. તે કોઈપણ મુદ્દા પર કોઈ ખચકાટ કર્યા વગર પોતાનો અભિપ્રાય આપતી હતી.

બિગ બોસના ઘરમાં રૂબિના દિલાઇકની મુસાફરી ખૂબ જ શાનદાર હતી. તેણે પતિ અભિનવ શુક્લા સાથે ઘરમાં એન્ટ્રી લીધી હતી ત્યારે કોઈને ખબર ન હોતી કે તેના અને અભિનવ વચ્ચેના સંબંધ નિર્ણાયક મોડ પર છે. પરંતુ ઘરની અંદર જ્યારે તેણે પોતાની પર્સનલ લાઇફ વિશે વાત જાહેર કરી તો દરેક આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રૂબિના અને અભિનવના કહેવા મુજબ બિગ બોસના ઘરમાં આવ્યા બાદ બંને એકબીજાની વધુ નજીક આવ્યા અને હવે તેમનો સંબંધ ઘણો સુધરી ચુક્યો છે.

દર્શકોને રૂબિના દિલાઈકની યાત્રા ઘરની અંદર જેટલી આનંદક લાગી હતી તેટલી જ તેના માટે મુશ્કેલ હતી.. કારણ કે શો દરમિયાન સ્પર્ધકોએ તેના પર ઘણી આંગળીઓ ચિંધી હતી. ખાસ કરીને દર વખતે રાહુલ વૈદ્ય સાથે તેની દલીલો થતી હતી. ઘરમાં તેનો સૌથી મોટો ઝઘડો રાહુલ વૈદ્ય સાથે થયો હતો અને ફાઇનલમાં બંને વચ્ચે જોરદાર લડત જોવા મળી હતી. પરંતુ તમામ આક્ષેપોને બાજુએ મુકીને રૂબીનાએ જીતનો ડંકો વગાડ્યો હતો.