મુંબઈઃ બિગ બોસ 13ની સ્પર્ધક દેવોલીના ભટ્ટાચાર્જીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. જે અંગે તેણે મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. દેવોલીનાએ આ અંગેના કેટલાક ટ્વિટ્સ પણ કર્યા છે.

બિગ બોસ ફેમ રશ્મિ દેસાઈના એક્સ બોયફ્રેન્ડ ફરહાન ખાનની એક મહિલા ફેને સોશિયલ મીડિયા દ્વારા તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. ફરહાને રશ્મિ સાથે બેવફાઈ કરાની સાથે લાખોનું ચીટિંગ પણ કર્યું છે. જેને દેવોલીનાએ સપોર્ટ પણ કર્યો હતો.

રશ્મિ દેસાઈને સપોર્ટ કરવા અને અરહાન સામે બોલવાના કારણે અરહાનની ફેન તેને ધમકી આપી રહી છે. દેવોલોનાએ ટ્વિટર પર આવેલા મેસેજનો સ્ક્રીન શોટ શેર કર્યો છે. જેમાં સબીહા અમન નામની એક મહિલા રશ્મિ-અરહાન મામલાને લઈ દેવોલીનાને ધમકી આપી રહી છે, એટલું જ નહીં દેવોલીનાને ચેતવણી આપતાં કહ્યું કે, જો તારું મોં બંધ નહીં રાખે તો તારી લાશ પણ કોઈને નહીં મળે.



આ વાતને લઈ દેવોલીનાએ ટ્વિટર પર મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સાઈબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટની મદદ માંગતા લખ્યું, મહેરબાની કરીને આ મસેજ જુઓ. એક મહિલા દ્વારા મને હત્યાની ધમકી આપવામાં આવી રહી છે. મારી તમને વિનંતી છે કે આ મુદ્દે જલદી કાર્યવાહી કરો.

દેવોલીના ભટ્ટાચાર્યની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે ટ્વિટ કરીને તેની પાસેથી અન્ય ડિટેલ્સ પણ માંગી છે.