અમદાવાદઃ રાજ્યમાં આજે સવારે 10 વાગ્યાથી 7વા ગ્યા સુધીમાં કોરોનાના વધુ 112 નવા કેસ નોંધાયા છે. આ સાથેજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2178 થઈ છે. જ્યારે વધુ આજે વધુ 13 લોકોનાં મોત થતાં મૃત્યુઆંક 90 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.


આજે જે નવા 112 કેસ આવ્યા છે તેમાં અમદાવાદમાં 75 , સુરતમાં 09, અરવલ્લી -4, બનાસકાંઠા 5, ભરૂચ-1, બોટાદ 2, મહેસાણા -1, સાંબરકાંઠા 1, વડોદરા 11, દાહોદ, નવસારી અને વલસાડમાં એક એક કેસ નોંધાયા છે.



છેલ્લા 24 કલાકમાં 3513 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 239 પોઝિટિવ અને 3274 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 36829 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતના કુલ કેસોની વિગત



આજે જે 13 લોકોના મોત થયા છે તેમાં અમદાવાદના 10 વ્યક્તિ જેમાં 7 સ્ત્રી અને 3 પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે સુરતમાં બે સ્ત્રીનું અને ભરૂચમાં એક પુરષનું મોત થયું છે.

ગુજરાતમાં જે કુલ 2178 કેસ છે તેમાંથી 14 ક્રિટિકલ છે જ્યારે 1935 સ્ટેબલ છે. 139 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 90એ પહોંચ્યો છે.