બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ પર પૈસાની હેરા-ફેરીનો ગંભીર આરોપ, જાણો શું છે સમગ્ર મામલો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે એડવાન્સમાં આપેલા પૈસા અંગે અભિનેત્રીને પૂછવામાં આવતા કહ્યું કે, હું પૈસા શા માટે પરત આપુ?” મારા પર માનસિક સતામણી માટે તેમણે ચૂકવણી કરવી જોઇએ. કરિશ્માના વકીલે આ બાબતે કહ્યું હતું કે અમે કાત્યાલની નોટિસ પર પ્રતિક્રિયા આપી છે અને અમે તેમની સામે તુરંત જ પગલાં લઈશું.
કરિશ્માએ કહ્યું, મને કહેવામાં આવ્યું હતું કે શો મુરાદાબાદમાં હતો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે શૉ હલ્દાણીમાં છે. જે વધુ આગળ હતો. મેં માનસને શરૂઆતમાં જ કહ્યું હતું કે મને બેક પેઇનની તકલીફ છે, તેથી હું દૂર નહી જઈ શકું.
માનસ કાત્યાલના જણાવ્યા મુજબ, અમે કરિશ્માને અમારી સાથે દિલ્હી લાવ્યા હતા, જ્યાંથી તેને બાય રોડથી હલ્લાણ સુધી લઈ જવાની હતી. જો કે તેણે પ્લાન બદલી નાંખ્યો. કરિશ્માએ ડ્રાઇવરને ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે જો તેને દિલ્હી પાછી નહી છોડી તો તેને ખોટા કેસમાં ફસાવી દેશે. અહેવાલો અનુસાર, અભિનેત્રી ઇવેન્ટ મેનેજરના આક્ષેપોને અસલામત તરીકે આરોપ અને કાત્યાલ પર છેતરપિંડીનો આરોપ મૂક્યો છે.
મુંબઈ: ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાને દિલ્હીના ઇવેન્ટ મેનેજર માનસ કાત્યાલને કાનૂની નોટિસ મોકલી છે. કરિશ્મા પર ધમકી, બ્લેક મેઇલ અને કૌભાંડનો આરોપ મૂકવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ 16મી ફેબ્રુઆરીના રોજ હલ્દવાણી ખાતે લગ્ન સમારંભમાં અભિનેત્રીને ડાન્સ કરવાનો હતું. કરિશ્માને અગાઉથી ચુકવણી કરવામાં આવી હતી. જો કે તેમ છતાં અભિનેત્રી સ્થળ પર પહોંચી નહોતી. જેના કારણે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -