ડૉ અબ્દુલ કલામની બાયોપિકનો ફર્સ્ટ લૂક જાહેર, ઈસરોના ચેરમેને લોન્ચ કર્યું પોસ્ટર

જણાવી દઈએ કે, મિસાઈલ મેનના નામથી પ્રસિદ્ધ અબ્દુલ કલામ એક વૈજ્ઞાનિક પણ હતા. કલામે વિજ્ઞાનના વ્યવસ્થાપનના રૂપમાં ચાર દાયકા સુધી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) અને ઈસરો સંભાળ્યુ હતું. ભારતના નાગરિક અંતરિક્ષ કાર્યક્રમ અને સૈન્ય મિસાઇલના વિકાસના પ્રયત્નમાં પણ સામેલ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બોલીવુડમાં આજે બાયાપિકનો જમાનો છે. ત્યારે હજુ એક મહાન વ્યક્તિ પર બાયોપિક બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ડૉ. એપીજે અબ્દુલ કલામ પર બાયોપિક બનાવવામાં આવી રહી છે. આ બાયોપિકના પોસ્ટરને ઈસરોના ચેરમેન કિરણ કુમારે લોન્ચ કર્યું છે. આ બાયોપિક દેશના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા એપીજે અબ્દુલ કલામ પર બનાવવામાં આવશે. આ ફિલ્મના પોસ્ટરનો ફસ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મના નિર્માતા અનિલ સુન્કારા અને અભિષેક અગ્રવાલ છે. આ ફિલ્મની ટેગલાઈન છે “એવરી ઍજ હેસ અ હીરો”, “એવરી હીરો હેસ અ સ્ટોરી” ફિલ્મની ટેગલાઈન જાતે જ ડૉ. કલામના વિચારોને વ્યક્ત કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -