અનિલ અંબાણીના લગ્નમાં આ હોટ એક્ટ્રેસે વેઈટ્રેસ તરીકે કામ કરેલું, આજે કરોડોમાં આળોટે છે, જાણો વિગત
રાખીને ડાંસનો શોખ હતો અને મ્યૂઝિક સાંભળતા જ તેના પગ થીરકવા લાગતા હતા. બાળપણમાં એક વખત જ્યારે તેણે ડાંડિયા રમવાની જીદ કરી હતી ત્યારે તેને તેની માતાએ મારી હતી અને તેના વાળ બાળી દીધા હોય એ રીતે કાપી દીધાં હતાં. રાખીનાં મામાએ પણ તેને પોતાની આ જીદનાં કારણે મારી હતી ત્યારે રાખીએ નક્કી કર્યું હતું કે, તે એજ કરશે જે તેને પસંદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક ઈન્ટરવ્યૂમાં રાખીએ જણાવ્યું હતું કે, તે એવા પરિવારમાંથી આવે છે જ્યાં મહિલાઓને કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવતી નથી. એટલા સુધી કે મહિલાઓ ઘરની છત કે બાલ્કનીમાં પણ ઉભી રહી શકતી નથી. તેમને પાર્લર અથવા બજાર જવાની પણ પરવાનગી નથી. આવામાં રાખીનો બોલ્ડ અવતાર જોઈને સમજી શકાય છે કે અહીં પહોંચવા માટે તેણે કેટલી મહેનત કરી હશે.
બિઝનેસમેન અનિલ અંબાણી અને અભિનેત્રી ટીના મુનીમનાં લગ્નમાં રાખી સાંવતે મહેમાનોને ભોજન સર્વ કર્યું હતું. આ વાતનો વિશ્વાસ કરવો બહુ જ મુશ્કેલ છે પરંતુ મુંબઈનાં પોશ વિસ્તારમાં આલિશાન બંગલામાં રહેતી રાખી સાવંતનું બાળપણ આવું જ છે.
રાખીનાં વિવાદો વિશે તો તમણે ઘણું સાંભળ્યું હશે પરંતુ તમે તેના બાળપણથી પરિચીત નહીં હોવ. રાખીનું બાળપણ ઘણી મુશ્કેલીઓમાં વિત્યું છે. જે જાણીને તમને આશ્ચર્ય થશે પરંતુ રાખીએ ફક્ત 10 વર્ષની ઉંમરમાં જ દેશનાં મોટા બિઝનેસમેનનાં દીકરાનાં લગ્નમાં વેઈટ્રેસનું કામ કર્યું હતું.
મુંબઈ: બોલીવુડની આઈટમ ગર્લ અને હંમેશા વિવાદોમાં રહેતી બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંતે પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો હતો. રાખી સાંવત પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈ ચર્ચામાં રહેતી હોય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -