Birthday Special: સૂરોના બેતાજ બાદશાહ કુમાર સાનૂ (Kumar Sanu) દરેકના દિલમાં વસી ગયા છે, સિંગરે કઠીન મહેનત બાદ બૉલીવુડમાં પોતાની ઓળખ બનાવી છે, પરંતુ તેના માટે આ સફર આસાન ન હતો. કુમાર સાનૂની પર્સનલ લાઇફ ખુબ સંઘર્ષ વાળી રહી છે. આજે સ્ટાર સિંગર કુમાર સાનૂ પોતાનો 65મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે, આજના દિવસે એટલે કે 20 ઓક્ટોબર, 1957ના રોજ કોલકત્તામાં કુમાર સાનૂનો જન્મ થયો હતો, તેમના પિતાનુ નામ પાશુપતિ ભટ્ટાચાર્ય છે, તે પણ એક મોટા સંગીતકાર હતી, કુમાર સાનૂનુ અસલી નામ કેદારનાથ ભટ્ટાચાર્ય છે, તેમને ખરી ઓળખ વર્ષ 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'થી મળી હતી. ફિલ્મમાં તેમનુ ગીત ખુબ પસંદ કરવામાં આવ્યુ હતુ. 


બંદૂકની અણીએ ગવડાવ્યુ ગીત - 
એક શૉમાં આ કિસ્સાને શેર કરતાં કુમાર સાનૂએ બતાવ્યુ હતુ કે હું એકવાર પટનામાં શૉ કરવા ગયો હતો. મેં કેટલાક ગીતો ગાયા, જે લોકોને ખુબ પસંદ આવ્યા, આ પછી મે જોયુ કેટલાક લોકો બંદૂક લઇને આગળ બેઠા હતા, જે તે લોકો ગીત સારુ લાગે ત્યારે ફાયર કરતા હતા. આ બધુ મારી નજર સામે જ થયુ હતુ, મે તે સમયે મે દુનિયા ભૂલા દુંગા ગીત ગાયુ, અને જેવુ બીજુ ગીત ગાવા લાગ્યો, તો તે બોલ્યા કે કેમ ગીત બદલ્યુ. આ મારુ ફેવરેટ ગીત છે, તે દારુના નશામાં હતા અને મને ફરીથી ગવડાવ્યુ હતુ. આમ બંદૂકની અણીએ ગીત ગવડાવાયુ હતુ. 


16 વાર ગાયુ એક જ ગીત -
સિંગરે બતાવ્યુ કે તે ખુબ ડરી ગયો હતો, તમામ લોકો નશામાં હતા, કોઇ કંઇ સાંભળતુ નહતુ, તે ઉઠીને મારી પાસે આવ્યા અને મને કહ્યું કુમાર સાનૂજી આ ગીત ફરીથી ગાઓ, અમને સાંભળવુ છે, મેં કહ્યુ ભાઇ હું તમારા માટે બીજુ ગીત ગાઇ રહ્યો છું, પણ તે સાંભળવા તૈયાર જ નહતી. 


ત્યારબાદ મેં ફરીથી મે દુનિયા ભૂલા દુંગા ગીત તે દિવસે 16 વાર ગાયુ હતુ. આ બધુ બંદૂકની અણીએ સ્ટેજ પર થયુ હતુ. જોકે, બાદમાં માહોલ ખરાબ થતો જોઇને હું પાછળના રસ્તાએથી બહાર નીકળી ગયો હતો.