સુરતના બારડોલીમા ધુલિયા ચોકડી પાસે બાલાજી વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મળતી જાણકારી અનુસાર, ગઇકાલે મોડી રાત્રે સુરતના બારડોલીમા ધુલિયા ચોકડી પાસે બાલાજી વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે 11 જેટલા ટ્રક બળીને ખાખ થઇ ગયા હતા. આગના કારણે ગોડાઉનમાં રાખેલો માલ સામાન પણ બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.  આગની ઘટનામાં મોટા પ્રમાણમાં નુકસાનનો અંદાજ છે.


Surat: વ્યાજખોરો સામે સુરત પોલીસ કમિશનરે કરી લાલ આંખ, 28 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરતા ખળભળાટ


સુરત: શહેરમાં વ્યાજખોરો સામે પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. સુરત શહેર ઝોન-05 વિસ્તારના ગેરકાયદેસર વ્યાજખોરો વિરુધ્ધ પોલીસનું હલ્લાબોલ કરી એક જ દિવસમાં 28 ગુના દાખલ કરી 28 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.


સુરત શહેરમાં રાજખોરીનું દુષણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધી ગયું છે અને તેના કારણે ઘણા કિસ્સાઓમાં લોકો પોતાનું જીવન પણ ટૂંકાવી દેતા હોય છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી. જેમાં ગેરકાયદે વ્યાજખોરી કરતા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગેર કાયદેસર વ્યાજની પ્રવૃત્તિઓથી કેટલીક વાર સમાજમાં નિર્દોષ લોકો આત્મહત્યા કરવા સુધી પ્રેરાતા હોવાના બનાવો બનતા હોય છે. આવા સમયે કેટલીકવાર આખુ કુટુંબ આ પરિસ્થિતિનો ભોગ બનતો હોય છે. 


કેટલીકવાર ખુબ ઉંચા દરેથી વ્યાજ વસુલી કરી આવા ઇસમો મિલ્કત પચાવી પાડવી, આત્મહત્યા કરવા મજબુર કરવા વિગેરે જેવી ગુન્હાહીત પ્રવૃત્તિ કરતા હોય છે . અને આવા કુટુંબો આ પરિસ્થિતિનો ભોગ બનતા હોય છે. સુરત શહેરમાં વ્યાજના આતંકની પ્રવૃત્તિને અંકુશ લેવા માટે ઝોન 05 વિસ્તાર પોલીસ સ્ટેશનમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે પાલ, અડાજણ, રાંદેર પોલીસ સ્ટેશનના તથા કે. ડીવીઝન સુરત શહેર તથા અમરોલી, ઉત્રાણ, જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી હતી. 


સુરત શહેરમાં વ્યાજખોરો કેવી રીતે જરૂરિયાતમંદ લોકોનું શોષણ કરી રહ્યા છે તેને લઈને એક માહિતી તૈયાર કરવામાં આવી હતી. કોણ વ્યાજખોર કેવી રીતે રૂપિયા આપી રહ્યા છે, ક્યાં એકત્રિત થઈ રહ્યા છે, રૂપિયાની ઉઘરાણી કેવી રીતે કરી રહ્યા છે. આ તમામ નાની મોટી બાબતોને એકત્રિત કર્યા બાદ સુરત પોલીસ વ્યાજખોરો ઉપર ત્રાટકી હતી