✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બિટકોઈન કૌભાંડમાં આ બોલિવૂડ એક્ટ્રેસના પતિને EDએ મોકલ્યું સમન્સ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jun 2018 01:20 PM (IST)
1

આ પહેલા પણ રાજ કુંદ્રાનું નામ આઈપીએલ સટ્ટાબાજીમાં સામે આવી ચૂક્યું છે. ફિક્સિંગના આરોપમાં ઘેરાયા બાદ રાજ કુંદ્રા પર ક્રિકેટ ગતિવિધિને લઈ આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો.

2

એક સીનિયર ઈડી અધિકારીએ જણાવ્યું કે, રાજ કુંદ્રા આ મામલામાં દોષી છે કે પછી એક ઇન્વેસ્ટર તે ન કહી શકાય. આ બધી વાતો તેનું નિવેદન નોંધાયા બાદ જ કહી શકાશે.

3

પુણે પોલીસની ક્રાઈમ સેલ અને ઈડીની તપાસમાં રાજ કુંદ્રા સહિત બોલિવૂડના અનેક સિતારા આ પ્રકારની સ્કીમને પ્રમોટ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. અમિત ભારદ્વાજે એક વેબસાઇટ બનાવી અનેક લોકોને કરોડોનો ચૂનો લગવ્યો હતો. આ કૌભાંડની રકમ 2000 કરોડ રૂપિયા સુધી આંકવામાં આવી હતી.

4

શિલ્પા-રાજ આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સના સહમાલિક હતા. રાજ કુંદ્રાએ પોલીસ પૂછપરછમાં ફિક્સિંગની વાત સ્વિકારી હતી. સટ્ટાબાજો આરોપ લાગ્યા બાદ રાજસ્થાન રોયલ્સ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.

5

મુંબઈઃ બિટકોઈન કૌભાંડમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ઈડીએ સમન્સ મોકલ્યું છે. રાજ કુંદ્રા તેનું નિવેદન નોંધાવવા મુંબઈની ઈડી ઓફિસે પહોંચી ગયો છે. થોડા દિવસો પહેલા આ મામલાના મુખ્ય આરોપી અમિત ભારદ્વાજની પુણેથી ધરપકડ કરવામાં આવી હતી.

6

બિટકોઈનની શરૂઆત જાન્યુઆરી 2009માં થઈ હતી. આ વર્ચુઅલ કરન્સીનો ઉપયોગ કરી વિશ્વના કોઈ પણ ખૂણામાં પેમેન્ટ કરી શકાય છે. તેની સૌથી ખાસ વાત એ છે કે ચૂકવણી માટે કોઈ બેંકને માધ્યમ બનાવવાની જરૂર પડતી નથી.

  • હોમ
  • મનોરંજન
  • બિટકોઈન કૌભાંડમાં આ બોલિવૂડ એક્ટ્રેસના પતિને EDએ મોકલ્યું સમન્સ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.