✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સંજય દત્ત સાથે સંબંધો ધરાવતી કઈ હોટ એક્ટ્રેસે સંજુ ફિલ્મમાંથી પોતાનો સીન કઢાવડાવ્યો? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jun 2018 10:46 AM (IST)
1

કેટલાકના મતે પબ્લિસિટી માટે આ બધી વાતો ફેલાવાય છેકેમ કે ફિલ્મના ટ્રેલરમાં માધુરીનો કે તેના જેવી એક્ટ્રેસનો કોઇ રેફરંસ નથી. 29 જૂને રિલીઝ થઇ રહેલી આ ફિલ્મમાં માધુરીના રોલમાં કરિશ્મા તન્ના નજર આવશે. રણબીર સાથે ફિલ્મમાં સોનમ કપૂર, અનુષ્કા શર્મા, દીયા મિર્ઝા, પરેશ રાવલ, વિક્કી કૌશિક અને જીમ શરભ છે.

2

આ ફિલ્મનાં એક પછી એક પોસ્ટર બહાર પડી રહ્યાં છે. બોલિવૂડના મુન્નાભાઇ એટલે કે સંજય દત્તનું જીવન કેટલું રંગીન હતું તે વાતનો અણસાર ફિલ્મનાં પોસ્ટર અને ટ્રેલર પરથી આવી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર જોઇને માધુરીએ હિરાની પાસે તમામ સીનને હટાવવાની વાત કહી હતી.

3

1990ના દાયકામાં સંજુ અને માધુરીનું અફેર એક સામાન્ય વાત હતી પણ હવે સંજય દત્તના જીવનમાં માન્યતા દત્તે એન્ટ્રી મારી લીધી છે. માધુરી દીક્ષિતે શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા છે અને તેમને બે બાળકો પણ છે. આ કારણે બંનેના અફેરની વાતોથી પરિવાર જીવનને અસર થાય તેથી આ સીન કાઢી નંખાયાનું કહેવાય છે.

4

સંજયની જ્યારે 1993 મુંબઇ બ્લાસ્ટ હુમલામાં ધરપકડ કરવામા આવી હતૉ ત્યારે પોલીસ ઓફિસરે તેને એક ફોન કરવાની પરવાનગી આપી હતી અને સંજયે આ ફોન માધુરીને કર્યો હતો. જો કે તે સમયે માધુરીએ તેની સાથે સંબંધ તોડી નાંખ્યો હતો અને આ સીન ફિલ્મમાં હતો પણ તે કાઢી નંખાયો.

5

એક રિપોર્ટ અનુસાર, ફિલ્મમાં એક સીન હતો, જેમા સંજય અરેસ્ટ થયા બાદ એક અભિનેત્રીને ફોન કરે છે. પરંતુ તે ફોન અભિનેત્રીની માતા ઉઠાવે છે. તે કહે છે કે, એક્ટ્રેસ હવે તેની સાથે કોઇ સંબંધ રાખવા માંગતી નથી. આ અભિનેત્રી બીજું કોઇ નહી પણ માધુરી દીક્ષિત જ હતી. આ સીન શઊટ કરાયો હતો પણ માધુરીના કહેવાથી દૂર કરાયો છે.

6

એક એવો સમય હતો જ્યારે માધુરી અને સંજયનાં સંબંધ ચર્ચાસ્પદ હતા. તે સમયે માધુરી અને સંજય સાથે નજર આવી જ જતા હતાં. સંજય દત્તે એક ઇન્ટરવ્યૂમાં કબૂલ કર્યું હતું કે તે માધુરી સાથે લગ્ન કરવા માંગતો હતો. માધુરી અને સંજયના સંબંધો જગજાહેર હતા ને બંને ખાનગીમાં મળીને મોજ કરતાં તે વાત વારંવાર આવતી હતી.

7

આ ટ્રેલરમાં સંજય દત્તને પોતાના જીવનમાં 308 યુવતીઓ સાથે સંબંધો બાંધ્યા હતા તેવી કબૂલાત કરતો બતાવાયો છે. આ 308 સ્ત્રીઓમાં અભિનેત્રી માધુરી દીક્ષિતનું નામ પણ સામેલ હતું અને ફિલ્મમાં સંજય દત્ત તથા માધુરીના સંબંધો પર પ્રકાશ પાડતા સીન પણ હતા પણ માધુરીએ એ સીન કઢાવડાવ્યા હોવાની ચર્ચા છે.

8

મુંબઈઃ રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘સંજૂ’માં સંજય દત્તના જીવનની રસપ્રદ કથા આલેખાઈ છે. આ ફિલ્મમાં સંજય દત્તના એવા કેટલાક કિસ્સા જોવા મળશે કે જેના વિશે લોકેને ખબર જ નથી પણ સૌતી વધારે ચર્ચા સંજય દત્તના સેક્સ સંબંધોની છે. ફિલ્મના છેલ્લા ટ્રેલરના કારણે આ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • સંજય દત્ત સાથે સંબંધો ધરાવતી કઈ હોટ એક્ટ્રેસે સંજુ ફિલ્મમાંથી પોતાનો સીન કઢાવડાવ્યો? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.