રણબીર કપૂર લફરાં કરે છે પણ લગ્ન કેમ નથી કરતો ? બહેન કરીના કપૂરે કર્યો મોટો ખુલાસો
મુંબઈઃ છેલ્લા કેટલાક સમયથી બોલીવુડમાં એવી અફવા ચાલી રહી છે કે રણબીર કપુર તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની અભિનેત્રી આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. અફવાઓને વેગ ત્યારે મળ્યો જ્યારે આલિયા અને રણબીર સોનમ કપુરની રીસેપ્શન પાર્ટીમાં એક સાથે આવ્યા હતા.
ત્યારે હવે આપણે જોવાનું એ રહે છે કે પહેલા દિપીકા, બાદમાં કેટરીના અને હવે આલિયા સાથે ડેટ કરી રહેલો રણબીર આલિયા ભટ્ટને કપુર પરિવારની વહુ બનાવે છે કે આગળના સબંધોની જેમ તેમનો આ પ્રેમ સંબંધ પણ લગ્નમાં નહીં પરિણમે.
એક ઇન્ટરવ્યૂ દરમ્યાન ઘટસ્ફોટ કરતા કરીનાએ જણાવ્યું હતું કે મારા ભાઇ રણબીર કપૂરને મારી ફિલ્મ ‘વિરે દી વેડીંગ’ના મારા પાત્ર કાલિંદીની જેમ તેને કમીટમેન્ટ ફોબીયા છે. મારો ભાઇ મારા આ પાત્રને રીયલ લાઇફમાં પણ રીલેટ કરે છે. તે કોઇપણ પ્રકારની રીલેશનશીપથી દૂર ભાગે છે. હકિકતે મારો આ રોલ મારો ભાઇ સારી રીતે અદા કરી શકે તેમ છે.
રણબીરે આ પહેલા પણ દિપીકા પાદુકોણ અને કેટરીના કૈફ સાથે લાંબા સમય સુધી ડેટ કર્યું પરંતુ જ્યારે દિપીકા અને કેટરીનાએ તેમના પર લગ્ન માટે દબાણ કર્યું ત્યારે તેણે સબંધોનો અંત આણ્યો હતો. રણબીર શા માટે લગ્ન નથી કરતો તે અંગે તાજેતરમાં તેમની પિતરાઇ બહેન કરીના કપૂરે મોટો ખુલાસો કર્યો હતો.
થોડા સમય પહેલા આલિયાને એક ઇન્ટરવ્યૂ દરમ્યાન પૂછવામાં આવ્યું તો તેણે રણબીર માટે તેને ક્રશ હોવાનું જણાવ્યું હતું અને તે તેની સાથે લગ્ન કરવા માંગતી હોવાનું પણ તેણે જણાવ્યું હતું. તો રણબીરને પણ આ અંગે પૂછવામાં આવતા તેણે આલિયા તેને પસંદ હોવાનું સ્વિકાર્યું હતું.