નવી દિલ્હીઃ રાજકીય હસ્તીઓ પણ હવે બૉલીવુડને લઇને પોતાના નિવેદન આપવા લાગ્યા છે, બીજેપી નેતાએ બૉલીવુડ પર ગંભીર આરોપો લગાવ્યા છે. બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત જય પાંડાએ તાજેતરમાંજ બૉલીવુડ સેલેબ્સ પર એકદમ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમને કહ્યું છે કે કેટલાક બૉલીવુડ સેલેબ્સનો સંબંધ પાકિસ્તાનના આઇએસઆઇ સાથે જોડાયેલા છે.

તેમને કહ્યું બૉલીવુડ સેલેબ્સ પર શિકંજો કસવા માટે કાર્યવાહી પણ ચાલી રહી છે. બૈજયંતે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા આ વાત કહી છે, સાથે તેને પોતાની વાતના સમર્થનમાં એક ટ્વીટ પણ કર્યુ હતુ.



બૈજયંતે ટ્વીટમાં કહ્યું- કેટલીક એકદમ ચોંકાવનારી કડીઓ સામે આવી છે, જેમાં બૉલીવુડના કેટલાક લોકો પ્રાઇવેટ અને બિઝનેસને લઇને પાકિસ્તાન અને એનઆરઇ લોકો સાથે સંબંધ છે, આનાથી ઇનકાર નથી કરી શકાતો કે આ જમ્મુ-કાશ્મીરમાં હિંસા વધારે છે. પાકિસ્તાની સેના અને આઇએસઆઇ સાથે સંબંધોના સબૂત છે. હું દેશભક્ત બૉલીવુડના લોકોને કહીશ કે તેમના નામ જાહેર કરો.



વળી, બૈજયંતે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, આ વાતના કેટલાય સબુતો મળ્યા છે. જેમાં કેટલીક તસવીરો સામેલા છે. તેમને કહ્યું આમાં કેટલાક એનઆરઆઇ અને પાકિસ્તાની વેસ્ટર્ન દેશોમાં રહે છે. આમાં આ લોકો વિરુદ્ધ બે પ્રકારના સબુત મળ્યા છે. એક તો એ લોકો સોશ્યલ મીડિયા પર હિંસા માટે લોકોને ઉકસાવે છે, બીજુ, પાકિસ્તાન કેમ્પમાં દેખાય છે. આ લોકો બૉલીવુડના લોકોની સાથે પાર્ટી કરતા દેખાય છે.

બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંતે બૉલીવુડ સેલેબ્સ પર કેટલાક પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા છે.