જ્યારે આ બીમારીથી લોકો સાજા પણ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 93 લાખથી વધારે લોકો આ બીમારીથી સાજા થયા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં 53 લાખ એક્ટિવ કેસ છે જેની સારવાર ચાલી રહી છે.
વિશ્વમાં કેટલા કેસ, કેટલા મોત
અમેરિકા: કેસ- 4,099,884, મોત- 146,136
બ્રાઝીલ: કેસ- 2,231,871, મોત- 82,890
ભારત: કેસ- 1,239,684, મોત- 29,890
રશિયા: કેસ- 789,190, મોત- 12,745
સાઉથ આફ્રીકાઃ કેસ- 394,948, મોત- 5,940
પેરૂ: કેસ- 366,550, મોત- 17,455
મેક્સિકો: કેસ- 356,255, મોત- 40,400
ચિલી: કેસ- 336,402, મોત- 8,722
સ્પેન: કેસ- 314,631, મોત- 28,426
યૂકે: કેસ- 296,377, મોત- 45,501
18 દેશોમાં બે લાખથી વધારે કેસ
વિશ્વના 18 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર કરી ગઈ છે. તેમાં ઇરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અકબ, ઇટલી, જર્મની અને બાંગ્લાદેશ પણ સામેલ છે. ભારત વિશ્વમાં સૌથી વધારે કેસના મામલે ત્રીજા નંબર પર છે જ્યારે મોતના મામલે આઠમાં નંબર પર છે.