પટનાઃ લોકસભા ચૂંટણી 2019 પહેલા ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ના નેતા અને પટના સાહિબના સાંસદ શત્રુધ્ન સિન્હાએ મોટી જાહેરાત કરી છે. પોતાના ટ્વીટર હેન્ડલ દ્વારા તેમને સંકેત આપ્યા છે કે તે પાર્ટી છોડી દશે. આ દરમિયાન તેમને ઇશારા ઇશારામાંજ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.

પોતાના ટ્વીટર એકાઉન્ટ પર તેમને લખ્યુ છે, જે વાયદાઓ કર્યા તે હજુ સુધી પુરા નથી થયા, હું આશા અને પ્રાર્થના કરુ છુ કે જલ્દીથી વાયદાઓ પુરા થાય. શત્રુધ્ન સિન્હાએ કહ્યું, ''મોહબ્બત કરને વાલે કમ ન હોંગે, (શાયદ) તેરી મહેફિલમે હમ ન હોંગે.''


ઇશારા ઇશારામાં પીએમ મોદી પર હુમલો કરતા કહ્યું કે, ''સર, દેશ તમારુ સન્માન કરે છે, પણ નેતૃત્વમાં વિશ્વસનીયતા અને વિશ્વાસની કમી દેખાઇ રહી છે.''


નોંધનીય છે કે, પટના સાહિબના બીજેપી સાંસદ અને એક્ટર શત્રુધ્ન સિન્હા છેલ્લા કેટલાય સમયથી પાર્ટી વિરુદ્ધ બોલી રહ્યાં છે. તેઓ અનેકવાર પાર્ટી અને પીએમ પર હુમલો પણ કરી ચૂક્યા છે.