ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડના શહેર ક્રાઇસ્ટચર્ચમાં શુક્રવાર સવારે એક દૂર્ઘટના ઘટી, અહીંની બે મસ્જિદોમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ. તે સમયે મસ્જિદમાં 300થી વધુ લોકો નમાઝ પઢી રહ્યાં હતા. ન્યૂઝીલેન્ડના લૉકલ મીડિયા અનુસાર, અહીં લગભગ 30થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે.



જે સમયે ફાયરિંગ થઇ રહ્યું હતું તે સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ અલનૂર મસ્જિદની અંદર હાજર હતાં. જોકે, તેમને કોઇ નુકશાન થયુ નથી. બંદૂકધારી હુમલાખોરને પોલીસે ઘેરી લીધો હતો.



પ્રત્યક્ષદર્શીનું કહેવુ છે કે, અચાનક મસ્જિદમાંથી બૂમાબૂમ સંભળાઇ, શૂટર ફાયરિંગ કરવા લાગ્યો, હવામાં ધૂમાડા ઉડવા લાગ્યા હતા અને રસ્તાંઓ પર લાશો અને લોહીની નદીઓ વહેવા લાગી હતી. તેને કહ્યું કે, જ્યારે હુમલાખોર ફાયરિંગ કરી રહ્યો હતો ત્યારે ફેસબુક પર લાઇવ પણ હતો.