મીડિયા રિપોર્ટ પ્રમાણે જોધપુર કોર્ટે સલમાન ખાનને કોર્ટે ફટકાર લગાવતા કહ્યું છે કે, કાળિયાર શિકાર મામલે જો સલમાન ખાન આગામી સુનાવણી દરમિયાન કૉર્ટમાં હાજર નહીં થાય તો તેમના જામીન રદ થઈ જશે.
સલમાન ખાન પર આરોપ લાગ્યો હતો કે 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈ ના શૂટિંગ દરમિયાન કાકાની ગામ પાસે બે કાળીયારનો શિકાર કર્યો હતો. આ કેસ 20 વર્ષ સુધી ચાલ્યો હતો. સલમાન સિવાય સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ અને સોનાલી બેન્દ્રેનું પણ સામેલ હતું. જો કે જોધપુર કોર્ટે આ ચારેયને નિર્દોષ જાહેર કર્યા હતા. જો કે રાજસ્થાન હાઈકોર્ટે તેઓને નવી નોટીસ પાઠવી હતી.
કાળિયાર શિકાર મામલે બિશ્નોઈ સમાજે 20 વર્ષ સુધી સલમાન ખાન સામે અવાજ ઉઠાવ્યો હતો. સલમાનને આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની ધારા અંતર્ગત દોષી ઠેરવ્યો હતો. સલમાન ખાન 2006માં કાળિયાર શિકાર મામલે જોધપુર જેલમાં રહ્યો હતો.