ફ્રાન્સ ખાતે ચાલી રહેલા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’માં ગુરૂવારે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ રેડ કાર્પેટ પર એન્ટ્રી મારી હતી. ‘મેટ ગાલા 2019’માં પોતાના લુકથી બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહ્યા બાદ કાન્સમાં પણ પ્રિયંકા ચોપરાએ ફેશનેબલ આઉટફિટથી ફેન્સને ઈમ્પ્રેસ કર્યાં હતા. પરંતુ પ્રિયંકા ચોપરાના કાન્સ લુકને લઈ સોશિયલ મીડિયા પર હવે નવી ચર્ચા શરૂ થઈ છે.
પ્રિયંકા ચોપડાએ જે ગાઉન પહેર્યું હતું તેમાં તેનું બેલી ફેટ દેખાઈ રહ્યું હતું. તસવીરોમાં પ્રિયંકા ચોપરાનું પેટ અલગ દેખાઈ રહ્યું છે. અભિનેત્રી પ્રિયંકાનો કાન્સ લુક સામે આવ્યા બાદ કેટલાંક લોકો પ્રિયંકાની પ્રેગ્નેંસીને લઈ ચર્ચા કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકાની તસવીરો પર કેટલાક ફેન્સની કમેન્ટો છે કે પ્રિયંકા પ્રેગ્નેંટ છે. જ્યારે કેટલાક યૂઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે, શું પ્રિયંકા પ્રેગ્નેંટ છે?
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાની પ્રેગ્નેંસીને લઈ જે અટકળો ચલાવવામાં આવી રહી છે એ નવી નથી. આ પહેલા પણ જ્યારે અન્ય ડ્રેસીસમાં પ્રિયંકા ચોપરાનું પેટ દેખાયું હતું તો લોકોએ તેની પ્રેગ્નેંસીના ઘણા અનુમાન લગાવ્યા હતા. જોકે તે સમયે પ્રિયંકાએ આ સમાચારોને અફવા ગણાવી ફગાવી હતી.
જોકે, હાલ આ તસવીરોમાં જોવા મળી રહેલ બેલી ફેટ છે કે બેબી બંપ તે હાલ પણ સસ્પેંસ છે. કારણે કે અત્યાર સુધી પ્રિયંકા અને તેના પરિવાર તરફથી આ અંગે કોઈ પણ પ્રકારની પૃષ્ટિ કરવામાં આવી નથી.
શું બોલિવૂડ આ અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે? કાન્સ 2019માં લુકને લઈને શરૂ થઈ ચર્ચાઓ?
abpasmita.in
Updated at:
18 May 2019 11:50 AM (IST)
પ્રિયંકા ચોપડાએ જે ગાઉન પહેર્યું હતું તેમાં તેનું બેલી ફેટ દેખાઈ રહ્યું હતું. તસવીરોમાં પ્રિયંકા ચોપરાનું પેટ અલગ દેખાઈ રહ્યું છે. અભિનેત્રી પ્રિયંકાનો કાન્સ લુક સામે આવ્યા બાદ કેટલાંક લોકો પ્રિયંકાની પ્રેગ્નેંસીને લઈ ચર્ચા કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકાની તસવીરો પર કેટલાક ફેન્સની કમેન્ટો છે કે પ્રિયંકા પ્રેગ્નેંટ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -