અમદાવાદ: વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો શુક્રવારથી અમલી કરવામાં આવ્યો છે. જેના કારણે હવે નેશનલ હાઈવે પરની મુસાફરી હવે મોંઘી બની છે.
વડોદરા નેશનલ હાઈવે પર મોટરકાર ટોલ ફી 110થી વધીને 120 રૂપિયા કરવામાં આવી જ્યારે એલસીવી ફી 175થી વધીને 185 રૂપિયા અને બસ-ટ્રકનો ટોલ ટેક્સ 385 કરવામાં આવ્યો છે.
આઈઆરબી અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ ટોલ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે વડોદરાથી નેશનલ હાઈવે ઉપર વાહન લઈને જતાં વાહન ચાલકોને ટોલ વધારે ચૂકવવો પડશે. ત્યારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પર ટોલમાં કોઇ ફી વધારો કરાયો નથી. એક્સપ્રેસ-વે પર મોટરકારની ટોલ ફી 110 રૂપિયા, એલસીવીની ફી રૂ.175 અને બસ અને ટ્રકની ફી રૂ.365 છે.
નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોને પણ ટોલ ફીમાં 20 રૂપિયા વધારે ચૂકવવી પડતી હોવાથી ટ્રકનો ટ્રાફિક એક્સપ્રેસ વે પર વધુ જોવા મળે છે. નોંધનીય છે કે 1લી એપ્રિલથી વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે ખાતેથી ટોલ ફીમાં વધારો અમલી બન્યો હતો.
વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે બન્યો મોંઘો, ટોલ ટેક્સમાં કેટલા રૂપિયાનો કરાયો વધારો, જાણો વિગત
abpasmita.in
Updated at:
18 May 2019 09:21 AM (IST)
વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાસદ અને રઘવાણજ ટોલ પ્લાઝાની ટોલ ફીમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો શુક્રવારથી અમલી કરવામાં આવ્યો છે. જેના કારણે હવે નેશનલ હાઈવે પરની મુસાફરી હવે મોંઘી બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -