ગુરુ ગ્રંથ સાહેબ અપમાન મામલોઃ અક્ષય કુમારે તોડ્યું મૌન, આરોપ લગાવનારને આપ્યો પડકાર
રિપોર્ટ મુજબ એસઆઈટી સભ્ય અને આઈજી રેંકના અદિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે વિવિધ સમન્સ પાઠવ્યા છે. એસઆઈટી રાજ્યમાં ધર્મગ્રંથના અપમાનની બનેલી ઘટનાઓ બાદ 2015માં ફરીદકોટમાં કોટકપુરા અને બહબલ કલામાં ગોળીબારની ઘટનાની તપાસ કરી રહી છે. બહબલ કલામાં પોલીસ ફાયરિંગમાં બે લોકોના મોત થયા હતા. ગુરુ ગ્રંથ સાહેબના અપમાન પાછળ ડેરા સમર્થકોનો હાથ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ સમયમાં પંજાબમાં થોડો સમય અશાંતિ રહી અને હિંસક ઘટનાઓ બની હતી. આ દરમિયાન અક્ષય કુમારે બાદલ અને રામ રહીમ વચ્ચે મુલાકાત કરાવી હોવાનો આરોપ છે. જોકે અક્ષય કુમાર પહેલાથી જ આ વાતને નકારી ચુક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(3) હું અનેક વર્ષોથી પંજાબી સંસ્કૃતિ અને તેના સુવર્ણ ઈતિહાસ તથા શીખ ધર્મોના સંસ્કારોને મારી ફિલ્મોના માધ્યમથી પ્રચાર કરતો રહ્યો છું. મને પંજાબી હોવાનો ગર્વ છે અને હું શીખ ધર્મનો ખૂબ આદર કરું છું. મેં ક્યારેય કોઈ એવું કામ નથી કર્યું કે જેનાથી મારા પંજાબી ભાઈઓ અને બહેનોની ભાવનાઓને ઠેસ પહોંચે. તેમના પ્રત્યે મારા મનમાં ખૂબ આદર અને પ્રેમ છે. હું એ લોકોને પડકાર આપું છું જે લોકો આને ખોટું સાબિત કરી શકે. – અક્ષય કુમાર
મુંબઈઃ બોલીવુડ સુપર સ્ટાર અક્ષય કુમારને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ સમન્સ પાઠવ્યું હતું. ત્રણ વર્ષ પહેલા પંજાબના ફરીદકોટ સ્થિત બરગાડીમાં શીખોના પવિત્ર ગ્રંથના અપમાન મામલે સીટના સમન્સ બાદ તેણે આ મામલે મૌન તોડીને જણાવ્યું કે, તેના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.
અક્ષય કુમારે ટ્વિટર પર મુકેલા સ્ટેટમેન્ટ મુજબ, (1) હું મારા જીવનમાં ક્યારેય કોઈ ગુરમીત રામ રહિમ સિંહ નામના વ્યક્તિને મળ્યો નથી. (2) સોશિયલ મીડિયાની કેટલીક વાતો પરથી હું જાણી શક્યો છું કે ગુરમીત રામ રહિમ સિંહ મુંબઈના જૂહુ વિસ્તારમાં ક્યાંક રહે છે પરંતુ મારી તેમની સાથે ક્યારેય મુલાકાત થઈ નથી.
પંજાબ સરકારે ટ્વિટમાં લખ્યું છે કે, પોલીસ ફાયરિંગની ઘટનાઓની તપાસ કરી રહેલી એસઆઈટીએ બરગાડીમાં ધર્મગ્રંથના અપમાનના માલે પૂછપરછ માટે પ્રકાશ, સુખબીર બાદલ અને અક્ષયને સમન્સ મોકલ્યું છે. જે મુજબ પ્રકાશે 16 નવેમ્બર, સુખબીરે 19 નવેમ્બર અને અક્ષયે 21 નવેમ્બરે અમૃતસર સ્થિત સર્કિટ હાઉસમાં હાજર રહેવું પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -