અક્ષય કુમારે ફેન્સને આપી 'ગોલ્ડ બિન ચેલેન્જ', જાણો શું છે આ ચેલેન્જ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Aug 2018 05:23 PM (IST)
મુંબઈ: ફિલ્મ 'ગોલ્ડ'માં લીડ રોલ પ્લે કરી રહેલા અક્ષય કુમારે ફેન્સને 'ગોલ્ડ બિન ચેલેન્જ' આપી છે. અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેંડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમની ટીમ હોકીથી એક બોલ ઉછાળીને બિન સુધી લઈ જાય છે અને પછી તેમાં નાખી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. અક્ષયે લખ્યું છે કે, કોઈ ફરક નથી પડતો કે રમત કઈ છે, નાનામાં નાની જીત માટે ટીમ વર્ક જરૂરી છે. હું જાણું છું કારણકે ટીમ ગોલ્ડે કપરો અને મસ્તીભર્યો સમય વિતાવ્યો છે. શું તમે તમારી ટીમ બનાવીને ગોલ્ડ બિન ચેલેન્જ પૂરી કરી શકો છો? અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે.