અનુપમ ખેરે FTIIના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ, જાણો વિગત
અનુપમ ખેરે રાજીનામું આપતો લખેલો લેટર.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા ગજેન્દ્ર ચૌહાણના કાર્યકાળમાં એફટીઆઈઆઈ ઘણું વિવાદમાં રહ્યું હતું. જેના કારણે સરકારે અનુપમ ખેરની પસંદગી કરી હતી. 2015માં ગજેન્દ્રની નિમણૂકને લઈ ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા. તે સમયે પણ બીજેપી સરકારે તેમને હટાવવાની ના પાડી દીધી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થા (FTII)ના ચેરમેન પદેથી દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે રાજીનામું આપી દીધું છે. ઈન્ટરનેશનલ ટીવી શોમાં વ્યસ્તતાના કારણે અનુપમ ખેરે એફટીટીઆઈનું ચેરમેન પદ છોડ્યું હોવાનું સૂત્રોએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું છે. 2017માં અનુપમ ખેરની ચેરમન પદે વરણી થઈ હતી.
અભિનેતા અનુપમ ખેરે થોડા દિવસો પહેલા જ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવન પર આધારિત છે. જેમાં તેમણે મનમોહન સિંહનું પાત્ર નિભાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -