જાણો કોણ છે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ બનાવનારા રામ સુતાર ? ગાંધીજીની સૌથી વધારે બનાવી છે પ્રતિમા
ગુજરાતના નર્મદામાં સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા, વિશ્વની સૌથી મોટી મૂર્તિ છે. પ્રતિમાનું કુલ વજન 1700 ટન છે. ઊંચાઈ 522 ફૂટ એટલે કે 182 મીટર ઊંચી છે. આ પ્રતિમાનું નિર્માણ 85% કૉપર 5% ટીન 5% લેડ અને 5% જસતને મિશ્ર કરીને કરવામાં આવ્યું છે. આ મિશ્રણની ખાસિયત એ છે કે તેને કયારેય કાટ નથી લાગતો, તેમજ પાણી, માટી અને ભારે વરસાદની પણ અસર નથી થતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિખ્યાત શિલ્પકાર રામ સુતારે જણાવ્યું કે આ મારા જીવનની સૌથી મોટી પ્રતિમા છે. જ્યારે મેં આ પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું તે પહેલા મેં સરદાર વલ્લભભાઈ પટેલ પર સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. તેઓ કઈ રીતે તેઓ કપડાં પહેરે છે, કઈ રીતે ચાલે છે, કઈ રીતે વિચારે છે તે બધી વાતો ધ્યાનમાં રાખીને સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવવામાં આવ્યું છે.
રામ સુતાર મહાત્મા ગાંધીથી ઘણા પ્રભાવિત છે. તેમણે કહ્યું કે, ગાંધીજી વિદેશી કપડાંના બહિષ્કારનું આંદોલન ચલાવી રહ્યા હતા. તેઓ મહારાષ્ટ્રના ધુલિયા ગામ આવ્યા હતા. જ્યાં મુલાકાત થઈ હતી. તેમનાથી પ્રેરિત થઈને મેં મારી ટોપી સળગાવી દીધી હતી. મેં અત્યાર સુધીમાં સૌથી વધારે મૂર્તિ ગાંધીજીની બનાવી છે.
કેવડિયા કોલોનીઃ દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની બનાવવામાં આવેલી 182 મીટર ઊંચા પ્રતિમાનું ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યુ હતું. પરંતુ આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા કોણે બનાવી છે ?
93 વર્ષના શિલ્પકાર રામ સતારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની ડિઝાઈન તૈયાર કરી છે. તેમને ભારત સરકાર પદ્મશ્રી અને પદ્મભૂષણથી સન્માનિત કરી ચુકી છે. રામ સુતારે જેજે સ્કૂલ ઓફ આર્ટસમાંથી અભ્યાસ કર્યો છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની સાથે મળી તેમણે ઈલોરાની ગુફાઓમાં તેમના કામની શરૂઆત કરી હતી. જેના થોડા વર્ષો બાદ તેમણે મૂર્તિ બનાવવાનું કામ કર્યું હતુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -