બૉલિવૂડ જગતમાંથી એક દુખ સમાચાર સામે આવ્યા છે. જાણિતા એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી લીધી છે.
મુંબઈ: બૉલિવૂડ જગતમાંથી એક દુખ સમાચાર સામે આવ્યા છે. જાણિતા એક્ટર આસિફ બસરાએ આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાએ હિમાચલ પ્રદેશના કાંગડાના ધર્મશાળાના મેક્લોડગંજમાં સ્થિત એક કેફેમાં આત્મહત્યા કરી લીધી છે. આસિફે કયા કારણે આત્મહત્યા કરી તે અંગે હાલ કોઈ જાણકારી મળી નથી. કાંગડા પોલીસ એસએસપી વિમુક્ત રંજને આ અંગે પુષ્ટિ કરી હતી. કાંગરા એસએસપીએ કહ્યું કે, ફિલ્મ અભિનેતા આસિફ બસરાનો મૃતદેહ ધર્મશાળામાં એક ખાનગી પરિસરમાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે છે અને પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આસિફ બસરા અનેક બોલિવૂડ ફિલ્મો અને ટીવી શોમાં નજર આવી ચૂક્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો તે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કાય પો છેમાં પણ નજર આવ્યા હતા. તે સિવાય બ્લેક ફ્રાઈડે, વન્સ ઓપોન અ ટાઈમ ઈન મુંબઈમાં નજર આવી ચૂક્યા છે. તેઓ હાલમાં જ વેબ સિરીઝ ‘પાતાલ લોક’માં પણ નજર આવી ચૂક્યા છે.