દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થતાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમએ એક તસવીર શેર કરીને ટ્વિટ કર્યું કે, પદ્મ શ્રી દિનયાર કોન્ટ્રેક્ટર ખૂબ ખાસ માણસ હતા કારણ કે તેમણે દુનિયાને ખોબો ભરીને હસાવ્યાં છે. તેમની એક્ટિંગના કારણે કેટલાંય ચહેરા પણ સ્માઈલ આવી છે. પછી ભલે ને તે ટીવી હોય કે થિયેટર હોય. તેમનાં નિધનની વાત સાંભળીને દુખ થયું. તેમના પરિવાર અને ફેન્સ સાથે મારી સંવેદના છે.
કેટલીય હિટ ફિલ્મોમાં તેઓ કામ કરી ચૂક્યાં છે. તેમજ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ તેઓ ભૂમિકા ભજવી ચૂક્યા છે. મોટા ભાગે ગુજરાતી અને હિન્દી નાટકોમાં કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પદ્મ શ્રી એવોર્ડ મળ્યો હતો.