બીમારીનો સામનો કરી રહેલા ઇરફાન ખાને 2 મહિના બાદ કર્યું ટ્વિટ, ઇમોશનલ થઈને આપી જાણકારી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિહીઃ બોલિવૂડના જાણીતા એક્ટર ઈરફાન ખાને 5 માર્ચે ટ્વિટર દ્વારા તેની ગંભીર બીમારી અંગે તમામને જાણકારી આપી હતી. તેણે એક લેટર લખીને કહ્યું હતું કે, હું એક ગંભીર બીમારીનો સામન કરી રહ્યો છું અને હાલ લંડનમાં સારવાર કરાવી રહ્યો છું.
પોસ્ટ રિલીઝ કરવાની સાથે ખુદને ફિલ્મ સાથે સાંકળતા લખ્યું કે, ‘શરૂઆતની માસૂમતાનો અનુભવ ખરીદી ન શકાય. ફિલ્મ કાંરવા સાથે સંકળાવા માટે દિલકર અને મિથિલોનો આભાર. બે કાંરવા... એક હું અને મારી ફિલ્મ.’
હવે ઇરફાન ખાને 2 મહિના બાદ ફરી એક વખત ટ્વિટ કર્યું છે. તેમણે આ વખતે બીમારી અંગે કોઈ જાણકારી નથી આપી પરંતુ તે ઇમોશનલ જરૂર થઈ ગયા. ઈરફાને તેની આગામી ફિલ્મ કાંરવાના પ્રમોશન માટે પોસ્ટર ટ્વિટ કર્યું.
આ ફિલ્મ 10 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. કોમેડી ફિલ્મમાં તેની સાથે દિલકર અને મિથિલા પણ છે. ફિલ્મમાં તમામ પાત્રો તેમની મુસાફરી દરમિયાન એક સાથે આવીને મળે છે. ઇરફાન ખાન સાથે પ્રથમ વખત બોલિવૂડમાં પ્રવેશવા જઈ રહેલા સાઉથ સુપર સ્ટાર મમૂટીનો દીકરો સલમાન, કૃતિ ખરબંદા અને મિથિલા પારકર પણ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -