બોલીવુડના ક્યા ધુરંધર કોમેડિયનનું થયું નિધન ? જાણો ભારતમાં કેમ નહીં થાય અંતિમસંસ્કાર ?
કાદર ખાનનો જન્મ 22, ઓક્ટોબર, 1937નાં રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. ઈન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદરખાને 300થી વધારે ફિલ્મોમામાં કામ કર્યું છે અને 1970-80ના દાયકમાં જાણીતા સ્ક્રીપ્ટરાઇટર પણ હતા. કાદરખાને ફિલ્મોમાં આવતા પહેલા સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટોને ભણાવતા હતા. ગોવિંદા સાથે તેમનું શાનદાર ટ્યૂનિંગ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાદર ખાન પ્રોગેસિવ સુપ્રાન્યૂક્લીયર પાલ્સી ડિસઓર્ડર નામની બીમારીથી પીડાતા હતા. આ બીમારીને કારણે તેમના દિમાગ પર ગંભીર અસર પહોંચી હતી. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી.
શ્વાસમાં તકલીફના કારણે તેમને હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કેનેડાની નાગરિકતા લીધી હતી. કેનેડામાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મુંબઈઃ જાણીતા અભિનેતા-કોમેડિયન કાદરખાનનું 81 વર્ષની વેયે કેનેડાની હોસ્પિટલમાં નિધન થયું છે. કાદરખાનના મોટા પુત્ર સરફરાઝ ખાને એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમના નિધનની પુષ્ટિ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -