ફિલ્મોમાં કામ નહીં કરવા છતાં આ જૂના જમાનાનો સુપરસ્ટાર વરસે કમાય છે 250 કરોડ રૂપિયા જાણો વિગત
નવી દિલ્હીઃ ફિલ્મ ઇન્ડ્રસ્ટીઝમાં મિથુન ચક્રવર્તી જેવો બીજો સુપરસ્ટાર બોલિવૂડને મળવો મુશ્કેલ છે. એક્ટરની સાથે સાથે ડાન્સર તરીકે પણ મિથુને પોતાની ઓળખ બનાવી હતી. મિથુન દાને બાળપણથી એક્ટિંગનો શોક હતો. 1982માં આવેલી મિથુનની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’એ ધમાલ મચાવી હતી. પોતાની પ્રથમ ફિલ્મથી મિથુને ઘરમાં ઓળખ બનાવી હતી. એક દાયકા સુધી મિથુને બોલિવૂડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. મિથુને 350 ફિલ્મોમાં કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિથુન એક એક્ટરની સાથે સફળ બિઝનેસમેન છે. મોનાર્ક ગ્રુપના માલિક પણ છે. મિથુન લક્ઝરી હોટલનો બિઝનેસ ધરાવે છે. મિથુનની ઉટી અને મસૂરી સહિત અનેક સ્થળોએ હોટલ્સ છે. મિથુન પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે. મિથુન દા કોઇ પણ ફિલ્મ કર્યા વિના દર વર્ષે 250 કરોડ રૂપિયા કમાઇ લે છે. એટલું જ નહી મિથુન દા લિમ્કા બુક અને ગિનીઝ બુકમાં નામ ધરાવે છે. તે સિવાય મિથુન દા ગરીબોની મદદ કરવામાં પણ પાછળ નથી.
ફિલ્મોમાં કામ કરીને મિથુન દાએ ખૂબ નામ કમાવ્યું છે. હેલનના આસિસ્ટન્ટ રહી ચૂકેલા મિથુન દાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને એ જાણ હોતી નથી કે તેમને બીજા ટાઇમે જમવાનું મળશે કે નહીં. મિથુને એટલી ફિલ્મોમાં જ કામ નથી કર્યું પરંતુ પોતાનો બિઝનેસ પણ ફેલાવ્યો છે.
પોતાની ડેબ્યૂ ફિલ્મ મૃગયા માટે મિથુનને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. મિથુન દાએ હિન્દી જ નહી પરંતુ બંગાળી અને ઓડિશા ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મિથુન મોટા સ્ટાર હોવા છતાં જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરી ચૂક્યા છે.
1993થી લઇને 1998 વચ્ચેનો સમય મિથુન માટે મુશ્કેલીભર્યો રહ્યો હતો. આ સમય દરમિયાન સતત તેમની ફિલ્મો ફ્લોપ રહી હતી. આ દરમિયાન એક સાથે 33 ફિલ્મો ફ્લોપ રહી હતી. પરંતુ તેમ છતાં તેમનો સ્ટારડમ ડિરેક્ટર પર એટલી હદે છવાયેલો હતો કે તેમણે ત્યારબાદ પણ 12 ફિલ્મો સાઇન કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -