સુરતઃ પત્નીની નજર સામે જ બિઝનેસમેને યંગ ગર્લફ્રેન્ડ સાથે બેડરૂમમાં માણ્યું સેક્સ, પત્નીએ વિરોધ કરતાં શું થયું?
સુરતઃ શહેરના ન્યુ સિટીલાઇટ વિસ્તારમાં રહેલા એક બિઝનેસમેન સામે તેની જ પત્નીએ દિલ્લીની યુવતી સાથે લગ્નેત્તર સંબંધ હોવાની ફરિયાદ કરી છે. એટલું જ નહીં, બિઝનેસમેન પતિએ પત્નીની ગેરહાજરીમાં પ્રેમિકાને ઘરે બોલાવી હતી. તેઓ કામલીલીમાં વ્યસ્ત હતા, ત્યારે જ પત્ની ઘરે આવી જતાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. પરંતુ નફ્ફટ પતિએ તેની નજર સામે જ ગર્લફ્રેન્ડને બેડરૂમમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેમકુમાર અને દિલ્લીની યાસ્મીન શાહ ફેસબૂકથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને પછી તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ચાર મહિના પહેલાં એપ્રિલ મહિનામાં વેપારીએ દિલ્હીથી યાસ્મીનને બોલાવી હતી. જોકે, પત્ની ઘરે આવી જતા ભાંડો ફુટી ગયો હતો. આ સમયે યાસ્મીન સાથે મળી વેપારીએ પત્નીને માર મારતા મામલો ખટોદરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
પ્રેમકુમાર મદનલાલ અગ્રવાલનો છેલ્લા 9 વર્ષથી પત્ની જોડે અન્ય યુવતીને લઈને ઝઘડો ચાલે છે. જેમાં વર્ષ 2008માં ફેમિલી કોર્ટમાં પણ કેસ ચાલતો હતો. જેમાં નિર્ણય પણ પત્ની તરફેણમાં આવ્યો હતો. બન્ને પતિ-પત્ની એક જ મકાનમાં રહે છે અને પરિવારમાં 28 વર્ષની દીકરી અને 25 વર્ષનો દીકરો છે. તેમજ લગ્નના 30 વર્ષ થયા છે.
આ ઘટના પછી પ્રેમ અગ્રવાલનો અત્યાચાર વધી ગયો હતો. હવે પતિનો ત્રાસ અસહ્ય થઇ પડતાં પત્ની પિયર રહેવા ચાલી ગઈ છે. એટલું જ નહીં, તેમણે વધુ એક વખત પતિ પ્રેમ અગ્રવાલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ન્યુ સિટીલાઇટ રોડ ઉપર ઓમ ટેરેસમાં દસમા માળે પ્રેમકુમાર મદનલાલ અગ્રવાલ તેમના પરિવાર સાથે રહે છે. વેપારીના પરિવારમાં 28 વર્ષની દીકરી અને 25 વર્ષનો દીકરો તેમજ લગ્નના 30 વર્ષ બાદ સોશિયલ મીડિયાના કારણે મુશ્કેલી આવી પડી છે.
પત્નીની ફરિયાદ છે કે, પ્રેમ અગ્રવાલને યાસ્મીન શાહ નામની મહિલા સાથે લગ્નેતર સંબંધ છે. પતિ તેની આ ફેસબુક ફ્રેન્ડ સાથે માત્ર બહાર જ હરતો ફરતો નથી, ઘરે પણ લાવે છે. ગત એપ્રિલ મહિનામાં પ્રેમ અગ્રવાલ યાસ્મીનને ઘરે લઇ આવ્યો હતો. એ સમયે અમિષાએ વિરોધ કર્યો હતો. જેને કારણે પ્રેમ અને યાસ્મીને તેને માર માર્યો હતો. એટલું જ નહીં ગર્લફ્રેન્ડ યાસ્મીન સાથે પ્રેમે શરીર સંબંધ બાંધ્યા હતાં.
આ ઘટનામાં વિગતો એવી છે કે, પ્રેમ અને યાસ્મીનું પ્રેમપ્રકરણ સામે આવ્યું તે પહેલાથી જ બંને વચ્ચે વિવાદ ચાલતો હતો. જોકે, પ્રેમ અને યાસ્મીનના પ્રેમસંબંધનો ભાંડો ફૂટ્યા પછી આ વિવાદ વધુ વકર્યો હતો. પ્રેમની પત્નીએ પતિ સામે શારીરિક માનસિક ઉત્પીડન અંગેની ફરિયાદ નોંધાવી છે.
વેપારીની પત્નીની ફરિયાદ છે કે, એ સમયે પ્રેમ અગ્રવાલે યાસ્મીનનું ઉપરાણું લઇ તેને માર માર્યો હતો. એટલું જ નહીં પત્નીની હાજરીમાં જ ગર્લફ્રેન્ડ યાસ્મીનને બેડરૂમમાં લઇ જઇ પ્રેમ અગ્રવાલે શરીર સંબંધ બાંધ્યા હતાં.
વેપારીની પત્નીએ પતિની પ્રેમિકાને કહ્યું કે, 'તુમ કોન હો મેરે ઘર મેં ક્યા કર રહી હો' એમ કહેતા પતિએ પત્ની સાથે ઝઘડો કરી પ્રેમિકાની હાજરીમાં સાથે મળી પત્નીને માર માર્યો હતો. જે તે વખતે વેપારીની પત્નીની ફરિયાદ લઈને પતિ અને પતિની પ્રેમિકાની ધરપકડ કરી હતી. જ્યારે દહેજના ગુનામાં પતિ પ્રેમકુમાર મદનલાલ અગ્રવાલ સામે વધુ એક ગુનો ખટોદરા પોલીસમાં નોંધ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -