મુંબઈઃ ફિલ્મ અભિનેતા સંજય દત્તે કેન્સર સામે જંગ જીત્યો હોવાની જાહેરાત ટ્વિટર પર કરી છે. તેણે  લખ્યું, આ ખબર શેર કરતાં હું ભાવુક થઈ ગયો છું. પ્યાર અને આશીર્વાદ માટે ફેન્સનો આભાર.

ટ્વિટર પર સંજય દત્તે લખ્યું, છેલ્લા થોડા સપ્તાહ મારા અને મારા પરિવાર માટે ઘણા મુશ્કેલ હતા. પરંતુ જેમ કહેવામાં આ છે તેમ ઈશ્વર તેના સૌથી મજબૂત સિપાહીને સૌથી અઘરી લડાઈ આપે છે. આજે મારા બાળકોના જન્મદિવસ પર હું ખુશ છું કે મેં લડાઇ જીતી લીધી અને તેમને સૌથી સારી ભેટ આપવા સમર્થ છું.

અભિનેતાએ આગળ લખ્યું, તમારા સહયોગ અને વિશ્વાસ વગર આ શક્ય નહોતું. હું મારા પરિવાર, મિત્રો અને તમામ ફેંસનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આ બધું તમારા સપોર્ટ તથા વિશ્વાસ વગર શક્ય નહોતું. હું મારા પરિવાર, ફ્રેન્ડ્સ તથા આ મુશ્કેલ સમયમાં મારી સાથે ઊભા રહેનાર ચાહકોનો દિલથી આભાર માનું છું. તમારા પ્રેમ, દયા તથા આશીર્વાદ માટે હું તમારો આભારી છું.



હું ખાસ કરીને કોકિલાબેન હોસ્પિટલના ડૉ. સેવંતી તથા તેમની ટીમ, ડૉક્ટર્સ, નર્સ તથા મેડિકલ સ્ટાફનો ખાસ આભાર માનું છું. છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી તેમણે મારી ઘણી જ સારી રીતે દેખરેખ રાખી હતી.'

સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું, જોકે હવે તે કેન્સર મુક્ત થઈ ગયો છે. હાલમાં જ સંજય દત્તે કોકિલાબેન હોસ્પિટલમાં PET  ટેસ્ટ કરાવ્યો હતો. કેન્સર તપાસમાં આ સૌથી ભરોસાપાત્ર તપાસ માનવામાં આવે છે.

આ દેશમાં બે સપ્તાહનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત

ATMમાંથી 5000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગી શકે છે ચાર્જ, જાણો શું આવી શકે છે નવો નિયમ

30 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ભેટ, જાણો કઈ તારીખ સુધીમાં મળશે બોનસ