લંડનઃ વિશ્વના 200થી વધારે દેશોમાં કોરોનાનો કહેર છે. વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધીમાં 11 લાખ લોકોના મોત થયા છે અને સંક્રમિતોની સંખ્યા 4 કરોડને પાર થઈ ગઈ છે. આ દરમિયાન બ્રિટનમાં કોરોના વાયરસના વધી રહેલા મામલા વચ્ચે દક્ષિણ-પશ્ચિમ સ્થિત વેલ્સે બે સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે લોકડાઉન શુક્રવાર મધરાતથી અમલી બનશે.
કોરોનાને રોકવા માટે સમગ્ર બ્રિટનમાં લાગુ થયેલા કડક પ્રતિબંધોની જેમ વેલ્સમાં કરવામાં આવનારું લોકડાઉન 9 નવેમ્બર સુધી અમલી રહેશે. આ દરમિયાન મોટા ભાગના કારોબાર બંધ રહેશે અને લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રો હોમના આદેશ અપાયા છે.
વેલ્સના મંત્રી માર્ક ડ્રેકફોર્ડે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વેલ્સમાં દરેકે લોકોએ ઘરમાં જ રહેવું પડશે. તમામ બિન જરૂરી કારોબાર બંધ રહેશે. વાયરસ વેલ્સમાં તમામ હિસ્સામાં ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો હોવાથી અમારી પાસે લોકડાઉન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.
માર્કે લોકડાઉનના કારણે નાના અન મધ્યમ દુકાનદારો તથા વેપારીઓના ધંધા બંધ રહેવાથી થનારા નુકસાન માટે આર્થિક સહાયતા આપવાની પણ જાહેરાત કરી હતી.
ગુજરાતમાં વધુ એક કોરોના વોરિયરનું મોત, અન્ય બીમારી હોવા છતાં ફરજ પર હતા હાજર
ATMમાંથી 5000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગી શકે છે ચાર્જ, જાણો શું આવી શકે છે નવો નિયમ
30 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ભેટ, જાણો કઈ તારીખ સુધીમાં મળશે બોનસ