પેશાવર: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની પિતરાઈ બહેન નૂરજહાંનું પેશાવરમાં નિધન થયું હતું. નૂરજહાંના નાના ભાઈ મંસૂર અહમદે એક ખાનગી ચેનલ સાથે પોતાની બહેનના મોતની પૃષ્ટિ કરી હતી ત્યાર બાદ જણાવ્યું હતું કે, તે છેલ્લા કેટલાંક સમયથી કેન્સરથી પીડિત હતી.

શાહરૂખની પિતરાઈ બહેન નૂરજહાં પેશાવરના કિસ્સા ખ્વાની બજાર પાસે મોહલ્લા શાહ અલી કતાલ વિસ્તારમાં રહેતી હતી. નૂરજહાંની ઉંમર અંગે કોઈ જાણકારી સામે આવી નથી. નૂરજહાં ડિસ્ટ્રીક્ટ અને સિટી કાઉન્સિલર રહી ચૂકી છે.

શાહરૂખ ખાનને મળવા માટે નૂરજહાં બે વાર ભારત આવી ચૂકી હતી. બંન્ને પરિવારો વચ્ચે ખુબ જ સારા સંબંધો હતા. નૂર અવામી નેશનલ પાર્ટીથી મહિલા સીટ પર પણ ચૂંટણી લડી ચૂકી છે.

વર્ષ 1947માં ભારત અને પાકિસ્તાન વિભાજન દરમિયાન શાહરૂખના પિતા તાજ મોહમ્મદ દિલ્હી આવી ગયા હતા. પરંતુ તેના કાકા ગુલામ મોહમ્મદે પાકિસ્તાનમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.