મીડિયા રિપોર્ટ અનુસાર વરૂણ ધવનની સિક્યોરિટી ટીમે જાણકારી આપી કે, એક મહિલા ફેન તેનો લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. સિક્યોરિટી ટીમના કહેવા મુજબ ફેન્સ અનેક કલાકો સુધી રાહ જોવે તેવું ઘણી વખત બને છે. તેણે વરૂણ ધવનની સિક્યોરિટી ટીમ સાથે બબાલ પણ કરી અને ત્યાંથી જવાનો ઇન્કાર પણ કર્યો.
ફેને પહેલાં પોતાને ઇજા પહોંચાડવાની ધમકી આપી અને જ્યારે સિક્યોરિટીએ તેને ધવનથી મળવા ન દીધી તો તે આક્રમક થઇ ગઇ. સિક્યોરિટીએ વરૂણને તે અંગે જણાવ્યું તો વરૂણે આ મામલો ગંભીરતાથી લીધો. ફેને વરૂણની પ્રેમીકા નતાશા દલાલને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
જે બાદ વરૂણે મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું અને બાદમાં શનિવારે સાંતા ક્રુઝ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મહિલા ફેન એક વકીલ હોવાનું જાણવા મળ્યું છે.
વરૂણ હાલ તેની આગામી ફિલ્મ કલંકના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 17 એપ્રિલના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રૉય કપૂર અને માધુરી દીક્ષિત મુખ્ય ભૂમિકામાં છે.
વોટસન અને તાહીરના દીકરા સાથે ધોનીએ લગાવી રેસ, વીડિયો થયો વાયરલ
'હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી હિંસક ધર્મ' કોંગ્રેસ મહિલા ઉમેદવારના નિવેદનથી બબાલ, બીજેપી કરી પોલીસ ફરિયાદ
અમેરિકાએ 2020 સુધી H-1B વિઝાની મર્યાદા 65 હજાર સુધી સિમિત કરી, જુઓ વીડિયો