મુંબઈઃ લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર મીમ બનાવીને બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોય ફસાઇ ગયો છે. વિવેક ઓબેરોયે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચની તસવીરવાળું મીમ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેને લઈ રાષ્ટ્રીય મહિલા આયોગે તેને નોટિસ ફટકારી હતી.


જે બાદ વિવેક ઓબેરોયએ તેના ટ્વિટને લઇ માફી માંગવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું કે, મેં કંઇ ખોટું કર્યુ હોય તો માફી માંગવામાં કોઇ વાંધો નહોતો. કોઇએ મીમ ટ્વિટ કર્યું અને હું તેના પર હસ્યો, રિટ્વિટ કર્યું. સોનમ કપૂરના ટ્વિટ પર પલટવાર કરતાં તેણે કહ્યું, તમે સોશિયલ મીડિયામાં  થોડું ઓછું રિએક્ટ કરો. હું છેલ્લા દસ વર્ષથી મહિલા સશક્તિકરણ માટે કામ કરું છું, મેં ક્યારેય કોઇની લાગણીને ઠેસ પહોંચાડી નથી.


બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે વિવેક ઓબેરોયના ટ્વિટને બકવાસ ગણાવ્યું હતું.


ઐશ્વર્યા રાય પર વિવાદિત ટ્વિટ કરીને ફસાયો વિવેક ઓબેરોય, મહિલા આયોગે ફટકારી નોટિસ