ટ્વિંકલ ખન્નાએ મેડિટેશન કરતી તસવીર પોસ્ટ કરીને લખ્યું, 'મિત્રો મહેરબાની કરીને સાઈન અપ કરો, છેલ્લાં કેટલાંક દિવસોમાં બહુ બધી આધ્યાત્મિક તસવીરો જોયા બાદ હવે હું 'મેડિટેશન ફોટોગ્રાફી પોઝ એન્ડ એન્ગલ્સ' નામથી વર્કશોપ શરૂ કરવા જઈ રહી છું. મને લાગે છે કે વેડિંગ ફોટોગ્રાફી બાદ આ બીજી સૌથી મોટી વસ્તુ બનવા જઈ રહી છે.
ટ્વિંકલ ખન્ના અવાર-નવાર સોશિયલ મીડિયામાં મજાક ઉડાવતી હોય છે. ટ્વિંકલ ખન્નાના પતિ અક્ષય કુમારે પીએમ મોદીનો નોન-પોલિટિકલ ઈન્ટરવ્યૂ લીધો ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ટ્વિટર પર ટ્વિંકલ ખન્નાને ફોલો કરે છે અને જે રીતે ટ્વિંકલ ખન્ના તેમના પર ગુસ્સો બહાર કાઢે છે, તે વાત પણ સારી રીતે સમજે છે અને તેને કારણે તમારા ઘરમાં શાંતિ રહેશે.
ટ્વિંકલની પોસ્ટ પર લોકોએ કમેન્ટ પણ કરી છે. અનેક યૂઝર્સે લખ્યું કે આ પ્રકારની મજાક ન ઉડાવવી જોઈએ. એક યૂઝરે અક્ષય કુમારને ટેગ કરીને લખ્યું તમે અમને ખૂબ ગમો છો પરંતુ ક્યારેક-ક્યારેક તમારી પત્ની ખૂબ ઈરિટેટ કરે છે.