અનુષ્કાના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે આમ તો અનુષ્કાની તબિયત સારીજ છે પરંતુ એને બેક પેઇન છે અને એની તપાસ કરાવતાં ખબર પડી હતી કે એને બલ્જિંગ ડિસ્કની તકલીફ છે.
આ તકલીફ જૂની છે. અગાઉ પણ આ તકલીફની સારવાર એણે લેવી પડી હતી અને ત્યારે આરામ થઇ ગયો હતો. હવે ફરીથી આ સમસ્યા ઉભી થઈ છે એટલે અનુષ્કાએ પોતાના ફિઝિયોથેરપિસ્ટની મુલાકાત લીધી હતી અને ફરી સારવાર લેવી પડશે એવી સલાહ એને આપવામાં આવી હતી. બલ્જિંગ ડિસ્ક કમરની પીડાનો એક પ્રકાર છે. એ પીડાને લઇને કોઇ વ્યક્તિ લાંબો સમય એક સરખી બેસી શકતી નથી. એણે થોડી થોડી વારે ઊભા થઇને બે ચાર આંટા મારવા પડે છે.
ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા નજીકમાં હોવાથી અનુષ્કા સમયસર સારવાર લઇને સ્વસ્થ થઇ જવા આતુર છે એમ આ પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું. આ બિમારી છતાં અનુષ્કા 30મેથી શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનો જોશ વધારશે.