મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી અને ટાઈગર શ્રોફનાં સંબંધોને લઈને અનેક વખત ખબરો સામે આવી છે. ત્યારે પહેલીવાર દિશાએ પોતાના રિલેશન પર મોટો ખુલાસો કર્યો હતો. પોતાની આગામી ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત દિશાએ ટાઈગર શ્રોફ સાથે ડેટિંગનાં સવાલ પર ખુલીને વાત કરી હતી.
બોલિવૂડ સ્ટાર દિશા પટાણી અને ટાઈગર શ્રોફ વચ્ચે લાંબા સમયથી ડેટિંગની અફવા ચાલી રહી છે. બંને ઘણીવાર એક સાથે કેમેરામાં કેદ પણ થયા છે. જોકે આ કપલે ક્યારેય પોતાના સંબંધોને લઈને ખુલીને કોઈ વાત કરી નથી. જોકે હવે દિશા પટણીએ મૌન તોડ્યું છે અને કહ્યું હતું કે, તે ટાઈગરને ડેટ કરી રહી નથી પરંતુ તે ટાઈગરને ઈમ્પ્રેસ કરવા માંગે છે.
દિશાને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તે ટાઈગરને ડેટ કરી રહી છે? તેના પર દિશાએ જવાબ આપ્યો હતો કે, હું ઘણા વર્ષથી પ્રયત્ન કરી રહી છું. પરંતુ આઈડિયા કામ કરી રહ્યો નથી ત્યાર બાદ આદિત્યએ કોમેન્ટ કરતાં કહ્યું હતું કે, શું તે ખરેખર ટાઈગર માતાએ મહેનત કરી રહી છે? તો દિશાએ જવાબ આપ્યો કે, હા તેના માટે કંઈ સારા આઈડિયા આપો.
દિશાએ ટાઈગર સાથેનાં રિલેશન પર કહ્યું હતું કે, ટાઈગર ખુબ ધીમી ગતિનાં વ્યક્તિત્વ ધરાવતાં વ્યક્તિ છે. તે મારી ભાવનાઓ ક્યારેય સમજી શક્યાં નહીં. મેં તેમને ઈમ્પ્રેસ કરવા માટે જિમ્નાસ્ટિક શીખ્યું હતું, તેણે એક ફિલ્મમાં રીંગ સ્ટંટ પણ કર્યું હતું છતાં પણ તેઓ મારાથી પ્રભાવિત થયા ન હતાં.
હાલના દિવસોમાં દિશા પોતાની આગામી ફિલ્મ ‘મલંગ’નું પ્રમોશન કરી રહી છે. તે આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. દિશાને જ્યારે ટાઈગર શ્રોફ સાથેના સંબંધો પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે આ ખુલાસો કર્યો હતો. દિશાનાં આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર દિશા અને ટાઈગરના સંબંધો પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ટાઈગર શ્રોફ સાથેના રિલેશનશિપને લઈ અભિનેત્રી દિશા પટણીએ શું કર્યો મોટો ખુલાશો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2020 11:04 AM (IST)
પહેલીવાર દિશાએ પોતાના રિલેશન પર મોટો ખુલાસો કર્યો હતો. દિશા પટણીએ મૌન તોડ્યું છે અને કહ્યું હતું કે, તે ટાઈગરને ડેટ કરી રહી નથી પરંતુ તે ટાઈગરને ઈમ્પ્રેસ કરવા માંગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -