હુનાનઃ ચીનની મુસીબતો દિવસે દિવસે વધી રહી છે. કેમકે કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લૂએ માજા મુકી છે. લોકોમાં ગંભીર બિમારી થવાની સંભાવના ખુબ વધી ગઇ છે.

ચીનના હુનાના પ્રાંતમાં મુરગીઓની વચ્ચે ખતરનાક એચ5એન1 ફેલાવવાનો મામલો સામે આવ્યો છે. હુનાન હુબઇના દક્ષિણી સીમાની પાસે આવેલુ છે. અહીં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસથી 300થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે, એક ચીની અખબારના રિપોર્ટમાં આ માહિતી રવિવારે મળી હતી.

સાઉથ ચાઇના મૉર્નિંગ પૉસ્ટ અખબારે ચીનના કૃષિ તથા ગ્રામિણ મામલાના મંત્રી સાથે વાતચીત થઇ, તેના આધારે જણાવ્યુ કે, ફ્લૂ ફેલાવવાના રિપોર્ટ શયોયાંગ શહેરના શુઆનક્વિંગ જિલ્લાના એક ફર્મમાંથી મળી છે. ફર્મમાં 7,850 મુરગીઓ છે અને 4500 મુરગીઓના સંક્રમણથી મોત થઇ ચૂક્યા છે. સ્થાનિક અધિકારીઓએ સંક્રમણ ફેલાયા બાદ 17,828 મુરગીઓને તાત્કાલિક ધોરણે મારી નાંખી છે.



જોકે, હજુ સુધી હુનાનમાં એચ5એન1થી કોઇપણ વ્યક્તિ સંક્રમિત થયાનો રિપોર્ટ સામે નથી આવ્યો. ચીનમાં બર્ડ ફ્લૂનો ખતરો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ચીની અધિકારી પહેલાથી કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યાં છે. ચીનમાં અત્યાર સુધી આ વાયરસથી 14,380 લોકો પ્રબાવિત થઇ ચૂક્યા છે.