સુત્રો પ્રમાણે, બુધવારે સાંજે ઈશા ગુપ્તાનો મુંબઈમાં અકસ્માત થયો હતો. તે પોતાની કારમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન પાછળથી આવેલી એક કારે તેની કારને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં તેની કારનું થોડું નુકસાન થયું છે પરંતુ કોઈને વધારે ગંભીર ઈજા થઈ નથી.
ઈશા ગુપ્તાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરતાં મુંબઈ પોલીસને ટેગ કરી હતી અને પોતાની ફરિયાદ કરી હતી. ઈશાએ એક કારની તસવીરનો ફોટો શેર કરતાં જણાવ્યું હતું કે, મુંબઈની લીલાવતી હોસ્પિટલની બહાર અકસ્માતની આ ઘટના બની હતી.
ઈશા ગુપ્તાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું, મને મદદની જરૂર છે, આ કારે લીલાવતી હોસ્પિટલ બહાર મારી કારને જોરદાર ટક્કર મારી છે. મુંબઈ પોલીસ મારી મદદ કરો. ઈશાની ફરિયાદ પર મુંબઈ પોલીસે તરક કાર્યવાહી કરતા જવાબ આપ્યો હતો. જે બાદ ઈશાએ મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો.