જેમાં એક પોપટ તેના મકાનની બારી પાસે બોલતો નજરે પડી રહ્યો છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું કે, 'સવારે 7.23 મિનિટનો વેક અપ કોલ.'
ચાલુ મહિનાની શરૂઆતમાં જેકલીને ખુલાસો કર્યો હતો કે તે હાલ તણાવમાંથી પસાર થઈ રહી છે. જોકે આ અંગે તેણે વધારે માહિતી આપી નહોતી. પરંતુ એટલું જરૂર કહ્યું હતું કે, તેમાંથી બહાર નીકળવા રોજ યોગ કરી રહી છું.
જેકલીને તાજેતરમાં વેબ ફિલ્મ 'મિસેજ સીરિયલ કિલર'ની સાથે ડિજિટલમાં ડેબ્યૂ કર્યુ હતું. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા મનોજ વાજપેયી પણ નજરે પડ્યો હતો. ઉપરાંત એક ઓનલાઇન ડાંસ કોમ્પીટિશન 'હોમ ડાંસર'ને પણ લોન્ચ કરી હતી.