શિવરાજે ટ્વિટ કરીને લખ્યું, મારા પ્રિય દેશવાસીઓ, મારામાં કોવિડ-19ના લક્ષણ જોવા મળ્યા હતા. ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તમામ સાથીઓને અપીલ છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે કોરના ટેસ્ટ કરાવી લે. મારી નજીકના સંપર્કવાળા લોકો ક્વોરન્ટાઈન થઈ જાય.
શું કહ્યું શિવરાજ સિંહે
તેમણે લખ્યું, હું કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરી રહ્યો છું અને ડોકટરોની સલાહ પ્રમાણે મારી જાતને ક્વોરન્ટાઈન કરી રહ્યો છું. દરરોજની કોવિડ-19 રિવ્યૂ મીટિંગમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહીશ. મારી રાજ્યના લોકોને સાવધાની રાખવાની અપીલ છે. થોડી પણ બેદરકારી કોરોનાને નિમંત્રણ આપે છે. મેં કોરોનાથી બચવાના શક્ય તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ અનેક લોકોને મળતો હતો તે દરમિયાન ચેપ લાગ્યો હોવાની શક્યતા છે.
મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 26,210 પર પહોંચી છે. 791 લોકોના મોત થયા છે. 17,866 લોકો સાજા થઈ ગયા છે અને 7553 એક્ટિવ કેસ છે.
મધ્યપ્રદેશના ભોપાલમાં કોરોનાના સંક્રમણને લાદવામાં આવેલું 10 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે.