બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે કરી સોમનાથ મહાદેવની પૂજા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Sep 2019 06:08 PM (IST)
1
કંગનાએ 14 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી પોતાની આગામી ફિલ્મ માટે પ્રાર્થના પણ કરી હતી. (તસવીર સૌજન્યઃ કંગના રનૌત ટ્વિટર)
2
કંગના રનૌતે ગઈકાલે દ્વારકાધીશના ચરણે શિશ ઝૂકાવ્યું હતું. ધાર્મિક ભક્તિભાવમાં માનનારી કંગનાએ ભગવાન દ્વારકાધીશ જગતમંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેણે ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કર્યું હતું. દ્વારકા મંદિરમાં સામાન્ય માણસોને તસવીર લેવા પર પ્રતિબંધ છે ત્યારે તેણે અહીંથી તસવીર શેર કરતાં વિવાદ પણ થયો હતો.
3
સોમનાથઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે આજે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શને આવી હતી. સોમનાથ મહાદેવની પૂજા અર્ચના પણ કરી હતી. આ તસવીરો તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.
4
કંગનાએ સોમનાથ મંદિરે આરતી પણ કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.