મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ હાલ તેની આગામી ફિલ્મને લઈને બહુ જ વ્યસ્ત છે. આ વર્ષે પણ તેની પાસે અનેક ફિલ્મો છે. કેટરીના કૈફની એક તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીર કેટરીના કૈફ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે દુલ્હનની જેમ તૈયાર થઈને બેઠી છે અને તેના મેકઅપ આર્ટીસ્ટ સાથે પત્તા રમી રહી છે.


કેટરીના કૈફ તેના લેટેસ્ટ ઈન્સ્ટ્રાગ્રામ ફોટોમાં લાઈટ પિંક કલરની સુંદર ચણીયાચોળીમાં જોવા મળી રહી છે. ધરેણાં, હાથમાં મહેંદી સાથે કેટરીનાની આ તસવીર ખૂબ જ સુંદર લાગી રહી છે. જો તમે ટેબલ પર નજર કરો તો તે પત્તા રમી રહી છે અને બાજુમાં કોઈન પણ પડ્યા છે.


વળી, તેના સ્ટાઈલિસ્ટ અનાઈતા શ્રોફ, હેરસ્ટાઈલર ઈયાની અને મેકઅપ આર્ટિસ્ટ ડેનિયલ પણ જોવા મળ્યાં હતાં. તસવીરો જોતાં કેટરીના ખુબ ખુશ મિજાજમાં હોય તે પણ સ્પષ્ટ થાય છે. જોકે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, Shenanigans આમ કેટરીનાએ તેના ફિલ્મ સેટ પરથી આ તસવીર શેર કરી છે અને લોકોને પણ આ તસવીરો ખૂબ જ પસંદ આવી હતી. છે

હાલ કેટરિના કૈફ સૂર્યવંશી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. લાંબા સમય બાદ રૂપેરી પડદે કેટરીના અને અક્ષયની જોડી જોવા મળશે. આ ફિલ્મ 27 માર્ચે રીલિઝ થવાની છે.